Ahmedabad News/ અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી વિવાદમાં: ઓપરેશન બાદ દર્દીનું મોત, પરિવારનો ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ

અમદાવાદની શારદાબેન હોસ્પિટલ (Ahmedabad Shardaben Hospital)માં દાખલ કરાયેલા દર્દીનું ઓપરેશન બાદ મોત થતાં પરિવારજનોએ ડોક્ટરની બેદરકારી અને મંજૂરી વિના સર્જરી કર્યાનો આક્ષેપ કર્યો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Shardaben Hospital : પૂછ્યા વગર ઓપરેશન કર્યાનો આક્ષેપ, દર્દીના મોતથી હોસ્પિટલમાં તંગદિલી

Ahmedabad News: અમદાવાદની શારદાબેન હોસ્પિટલ (Ahmedabad  Shardaben Hospital) ફરી એકવાર વિવાદમાં આવી છે. દર્દીના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર અને ડોક્ટરો સામે ગંભીર આક્ષેપો કરતાં હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ચાર દિવસમાં દર્દીના સગાઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની આ બીજી ઘટના હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad  Shardaben Hospital: પેટમાં ગેસની ફરિયાદ લઈને દાખલ થયેલા દર્દીનું મોત

મળતી માહિતી મુજબ, દર્દીને પેટમાં ગેસ અને અન્ય સામાન્ય તકલીફની ફરિયાદ બાદ શુક્રવારે શારદાબેન હોસ્પિટલ (Ahmedabad  Shardaben Hospital)માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પરિવારના જણાવ્યા અનુસાર દર્દીની સ્થિતિ ગંભીર ન હતી અને સામાન્ય સારવાર ચાલી રહી હતી.

પરંતુ સ્વજનોનો આક્ષેપ છે કે તેમની સ્પષ્ટ મંજૂરી લીધા વગર દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ દર્દીની તબિયત વધુ બગડી હતી અને અંતે તેનું મોત નિપજ્યું હતું. દર્દીના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને હોસ્પિટલ ખાતે ભારે હોબાળો સર્જાયો હતો.

પરિવારજનોએ ડોક્ટરોની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાને લઈને હોસ્પિટલ પરિસરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

બીજી તરફ હોસ્પિટલ (Ahmedabad  Shardaben Hospital) તંત્ર તરફથી ઘટનાની હકીકત અંગે સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. સમગ્ર મામલે આરોગ્ય વિભાગ અને સંબંધિત અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર દિવસમાં શારદાબેન હોસ્પિટલ (Ahmedabad  Shardaben Hospital) સામે દર્દીઓના સગાઓ દ્વારા આ પ્રકારના આક્ષેપોની આ બીજી ઘટના છે, જેના કારણે હોસ્પિટલની કામગીરી અને સારવાર પદ્ધતિ અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે. હવે તપાસ બાદ વાસ્તવિક હકીકત શું સામે આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.


આ પણ વાંચો:અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન મહિલાનું મોત, પરિવારજનોએ તબીબી બેદરકારીના લગાવ્યા આરોપ

આ પણ વાંચો:શારદાબેન હોસ્પિટલનો વિડીયો વાયરલ, સુવિધાનો અભાવ

આ પણ વાંચો: LG અને શારદાબેન હોસ્પિટલમાં PPE કિટ કૌભાંડ, ઘટસ્ફોટ થતાં મચી ચકચાર