સુરત મનપાનું વધુએક કૌભાંડ સામે આવ્યું છે. હાલમાં હજુકાધી- ખીચડી કૌભાંડ ઠંડુ પડ્યું નથી ત્યાં વધુ એક કૌભાંડ સામે આવતા જનતા માં રોષ દેખાઈ રહ્યો છે. સુરત મનપા દ્વારા કુતરા પકડવા અને કુતરાના ખસીકરણમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કૂતરા પકડવા અને ખસીકરણના નાણાં ચૂકવાયા છે. જાન્યુઆરી 2014થી માર્ચ 2020 સુધીના નાણાં ચૂકવાયા છે. જેમાં 43,791 કૂતરાઓને પકડી ખસીકરણની કામગીરી કરાઇ છે. આ કામગીરી માટે મનપા દ્વારા રૂપિયા 3,47,74,646 ચુકવવામાં આવ્યા છે. 3 કરોડથી વધુ રૂપિયા ફક્ત કૂતરાને પકડી ખસીકરણ કરવાના ચૂકવાયા છે. આ રકમ માં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો છે.

શહેરમાં 43,791 કૂતરા જ હોવાનો દાવો છે. એક કૂતરાને એકથી વધુ વખત પકડાયા હોઇ શકે છે. અથવા કાગળ પર જ કૂતરા બતાવાયા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટે સુરત મનપા ઉપર કુતરાના ખાસીકારણમાં કૌભાંડ આવ્યો છે.

આ પ્રકરણમાં સૌથી મોટી અને ધ્યાન ખેચે એવી બાબત છે કે આ કોન્ટ્રાકટ હૈદરાબાદની કંપનીને સોંપાયો હતો. વેટ સોસાયટી ફોર એનીમલ વેલફેર અને રૂરલ ડેવલપમેન્ટ કંપનીને આખો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
