Not Set/ આઈપીએસ અધિકારીની પત્ની સાથે ઓનલાઇન ઠગાઈ કરનારા 4 લોકોની ધરપકડ

મંતવ્ય ન્યૂઝ, સુરત રેન્જ IGP રાજકુમાર પાંડિયનના પત્ની પ્રોફેસર ડો. શાલિની સાથે રૂ. 1.37 લાખનું ‘ઓનલાઈન ચીટિંગ’ કરનાર ટોળકીને સાયબર ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધી છે. નોઈડામાં ચલાવાતા કોલ સેન્ટરના સંચાલક અને ત્રણ યુવકને ઝડપી લેવાયા છે. કોલ સેન્ટર સંચાલક શ્રદ્ધાનંદ સહિત ચાર આરોપીને તા. ૨૪ સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ ઓનલાઈન […]

Gujarat Surat

મંતવ્ય ન્યૂઝ,

સુરત રેન્જ IGP રાજકુમાર પાંડિયનના પત્ની પ્રોફેસર ડો. શાલિની સાથે રૂ. 1.37 લાખનું ‘ઓનલાઈન ચીટિંગ’ કરનાર ટોળકીને સાયબર ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધી છે. નોઈડામાં ચલાવાતા કોલ સેન્ટરના સંચાલક અને ત્રણ યુવકને ઝડપી લેવાયા છે. કોલ સેન્ટર સંચાલક શ્રદ્ધાનંદ સહિત ચાર આરોપીને તા. ૨૪ સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ ઓનલાઈન કમ્પલેઈન કરનાર વ્યક્તિને રિફંડ અને ફ્રી સર્વિસની ખાતરી આપી OTP મેળવી લઈને તેમના ખાતામાંથી પૈસા સેરવી લેવાતા હતા. આ રીતે સેરવેલા પૈસા ડમી એકાઉન્ટમાં મોકલી ATMથી ઉપાડી લેવાતાં હતાં. આ ટોળકીએ અમદાવાદમાં 3 વ્યક્તિઓ સાથે ઠગાઈ આચરી હોવાનું ખૂલ્યું છે. આ ઉપરાંત રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ અનેક લોકોને છેતર્યા હોવાનું ખૂલ્યું છે. આ ઘટના બાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વી.બી. બારડે અપીલ કરી છે કે, કોઈપણ વ્યક્તિએ પોતાના બેન્ક એકાઉન્ટ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે OTPની માહિતી કોઈ વ્યક્તિ સાથે શેર ન કરવી જોઈએ.