Navsari News/ 13 વર્ષીય વિદ્યાર્થીનું સારવાર ન મળતા મોત, મોટા ભાઈ મેઘને રાતભર જાગીને ખોળામાં પંપાળતો રહ્યો, કર્મચારી સસ્પેન્ડ

આ સમગ્ર ઘટનાને લઈને પરિવારે સીસીટીવી જોયા બાદ સંસ્થા પર ગંભીર આક્ષેપો કર્યા છે

Gujarat

Navsari News : નવસારીની એક આશ્રમશાળામાં 13 વર્ષના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. વિદ્યાર્થીને જો સમયસર સારવાર મળી હોત તો તેનો જીવ બચી ગયો હોત. આ બનાવની વિગત મુજબનવસારી જિલ્લાના નેશનલ હાઇવે 48 પર આવેલી તપોવન આશ્રમશાળામાં આ દુઃખદ ઘટના બની હતી. ધોરણ 9માં અભ્યાસ કરતો 13 વર્ષીય મેઘ શાહ સમયસર સારવાર ન મળવાને કારણે મોત ભેટ્યો છે. તે મધ્યપ્રદેશના ખેતિયાથી એક્સ્ટ્રા ક્લાસ માટે 4-5 દિવસ પહેલાં જ નવસારી આવ્યો હતો. 35 વર્ષ જૂની આ આશ્રમશાળામાં 322 વિદ્યાર્થી અભ્યાસ કરે છે.

24મી તારીખની રાત્રે લગભગ 1 વાગ્યે મેઘને શરીરમાં દુખાવો થયો હતો. તેણે આશ્રમશાળાના સહાયક હર્ષદ રાઠવાને જાણ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં હર્ષદ રાઠવાએ મેઘને માત્ર એસિડિટીની દવા આપી. આખી રાત તેને પોતાના ખોળામાં રાખ્યો, પરંતુ યોગ્ય તબીબી સહાય લેવાનો પ્રયાસ ન કર્યો. સવારે 8 વાગ્યે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં પહોંચતાં પહેલાં જ તેનું મોત થયું હતું.

તેર વર્ષીય વિદ્યાર્થી મેઘ શાહનું સારવાર ન મળવાને કારણે મોત થયું હતું. એને લઇને પરિવારે આશ્રમશાળાના મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતક બાળકના શરીરમાંથી વિસેરા લઈ મોતના સચોટ કારણ અંગે તપાસ શરૂ કરી છે. નવસારીના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી તપોવન આશ્રમશાળા આશરે 35 વર્ષથી શાળા અને હોસ્ટેલ ચલાવે છે, જેમાં આશરે 322 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે. હાલમાં વેકેશન હોવા છતાં પણ એક્સ્ટ્રા ક્લાસમાં બાળકોને બોલાવવામાં આવ્યાં હતાં. આ એક્સ્ટ્રા ક્લાસ એટેન્ડ કરવા માટે મેઘ શાહ મધ્યપ્રદેશના ખેતિયાથી છેલ્લા ચાર-પાંચ દિવસ પહેલાં નવસારી આવ્યો હતો.મેઘ શાહ ઘરેથી આવ્યો ત્યારે તે એકદમ સ્વસ્થ હોવાનું શાળાએ સ્વીકાર્યું છે.

24મી તારીખની રાતના આશરે 1 વાગ્યે મેઘ શાહને એકાએક શરીરમાં દુખાવો ઊપડ્યો હતો, જેની જાણ તેણે આશ્રમશાળામાં (મોટા ભાઈ) સહાયક તરીકે કામ કરતા હર્ષદ રાઠવાને કરી હતી, પરંતુ મેઘ શાહની સમસ્યા હર્ષદ રાઠોડને સામાન્ય લાગી હતી અને તેણે માત્ર એસિડિટીની દવા આપી સમગ્ર રાતભર મેઘને પોતાના ખોળામાં રાખી પંપાળતો હોય તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.CCTV દેખાતા વીડિયોના આધારે કોઈપણ વ્યક્તિ કહી શકે છે કે જો બાળકને સમયસર સારવાર મળી હોત તો કદાચ તેનો જીવ બચી ગયો હોત, પરંતુ પોતાના કામમાં બેદરકારી દાખવનાર હર્ષદ રાઠવાએ રાત્રિના એક વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધી માત્ર સાંત્વના આપતો રહ્યો હતો.

બાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઈ જતાં અધવચ્ચે જ મેઘ શાહનું મોત થયું હતું.આ સમગ્ર ઘટનાને લઈને પરિવારે સીસીટીવી જોયા બાદ સંસ્થા પર ગંભીર આક્ષેપો કર્યા છે અને જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી થાય એ માટેની અરજી ગ્રામ્ય પોલીસે આપી છે, જોકે નવસારી ગ્રામ્ય પોલીસે આ સમગ્ર મામલે ડોક્ટરની પ્રાથમિક તપાસના આધારે અકસ્માત મોતની નોંધ કરીને મૃતક બાળકના શરીરમાંથી વિસેરા લઈ વધુ તપાસ હાથ ધરી છે.

સંસ્થામાં મેનેજર તરીકે કામ કરતા ગંગાધર પાંડે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનામાં પોતાના કામમાં બેદરકારી દાખવનાર સહાયક હર્ષદ રાઠવાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બાળકને જ્યારે દુખાવો ઉપાડ્યો હતો ત્યારે હર્ષદ રાઠવાએ તેને મલમ લગાડીને એસિડિટીની દવા આપીને આપણે હોસ્પિટલ જઈએ છે એવી સાંત્વના આપી હતી, જેને લઈને સંસ્થાને આ કર્મચારીની ભૂલ જણાતાં તેને તાત્કાલિક સસ્પેન્ડ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડાપ્રધાનના રોડ શો વખતે જ વરસાદની આગાહી, સાંજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા

આ પણ વાંચો:27 મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે

આ પણ વાંચો:પેવર બ્લોકના કામના બિલના ચેક માટે 1.43 લાખની લાંચ લેતા જૂનાગઢનો જુનીયર એન્જીનિયર ઝડપાયો