વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ
મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 20 ની મેચ ચાલી રહી છે ત્યારે પાણી વગર પોલીસ અને પ્રજા પરેશાન થઈ રહી હોય તેવી હકીકત સામે આવી હતી. એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ સુરક્ષા માટે ગોઠવાયેલી પોલીસ માટે પીવા ના પાણીની પણ વ્યવસ્થા ન હોવાની હકીકત સામે આવી હતી. પાણીથી તળ વળતી અને ઉનાળાની ગરમીમાં પરેશાન પોલીસે કંટ્રોલ મેસેજ કરી પાણી આ બાબતે ફરિયાદ કરી હતી. કંટ્રોલ મેસેજ દ્વારા સ્ટેડિયમ પર પાણીની વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાની હકીકત સામે આવી હતી.પાણીની અછતના કારણે ગરમી અને ઉકળાટ વચ્ચે બંદોબસ્ત કરી રહેલી પોલીસમાં ઉશ્કેરાટ નો માહોલ જોવા મળ્યો હતો.
