Gandhinagar News/ હાર્દિક પટેલ સામે વિરમગામના ખેડૂતોનો હલ્લાબોલ! જમીન મુદ્દે વિધાનસભામાં કૂચ, 50 થી વધુ ખેડૂત પરિવારોની અટકાયત

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ (Hardik Patel) સામે ખેડૂતોએ જમીન મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. 50 ખેડૂત પરિવારોની ગાંધીનગરમાં અટકાયત કરવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat
Hardik Patel Viramgam Farmers Protest:

Hardik Patel Viramgam Farmers Protest: ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન આજે પાટનગર ગાંધીનગરમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ (Hardik Patel) વિરુદ્ધ ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોતાની જમીનો છીનવાઈ રહી હોવાના આક્ષેપ સાથે વિરમગામથી આવેલા આશરે 50 જેટલા ખેડૂત પરિવારોએ સચિવાલયમાં પ્રવેશવાનો અને વિધાનસભાની કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન પોલીસે તેમની અટકાયત કરી છે.

Hardik Patel Viramgam Farmers Protest:

શું છે ખેડૂતોનો ગંભીર આક્ષેપ?

વિરોધ કરી રહેલા ખેડૂતોએ ધારાસભ્ય હાર્દિક પટેલ પર અત્યંત ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, હાર્દિક પટેલે બિલ્ડરોને આર્થિક લાભ અપાવવા માટે ખેડૂતોની કિંમતી જમીનો વેચી મારી છે. ખેડૂતોનું કહેવું છે કે ધારાસભ્ય તરીકે તેમના હિતોનું રક્ષણ કરવાને બદલે તેઓ બિલ્ડર લોબી સાથે મળીને જમીન પચાવી પાડવાનું કામ કરી રહ્યા છે, જેના કારણે અંદાજે 50થી વધુ ખેડૂત પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. પોતાની પૂર્વજોની જમીન બચાવવા અને યોગ્ય ન્યાય મેળવવાની માંગ સાથે આ અસરગ્રસ્ત ખેડૂતો છેક ગાંધીનગર સુધી પહોંચ્યા હતા અને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

Hardik Patel Viramgam Farmers Protest:

સચિવાલયમાં પ્રવેશતા જ પોલીસે અટકાવ્યા

ખેડૂતોનો મોટો કાફલો આજે અચાનક ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યો હતો. તેઓ મુખ્યમંત્રી કે સરકારના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા માંગતા હતા. જોકે, વિધાનસભા સત્ર ચાલુ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેડૂતોને ગેટ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા. પોલીસે આશરે 50 જેટલા ખેડૂત પરિવારોની અટકાયત કરી છે.

પાટીદાર આંદોલનના નેતા Hardik Patel હવે બિલ્ડરોના પક્ષમાં?

એક સમયે જે હાર્દિક પટેલ ખેડૂતો અને સામાન્ય જનતાના હક માટે આંદોલનો કરતા હતા, આજે તે જ ધારાસભ્ય સામે ખેડૂતોએ મેદાન પકડ્યું છે. વિરમગામ વિસ્તારમાં જમીન વેચાણના આ મુદ્દે હવે મોટું રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે.


આ પણ વાંચો: નાનો યુરિયા મુદ્દે ખેડૂતોમાં અસંતોષ, પરંપરાગત યુરિયાની માંગ ઉઠી

આ પણ વાંચો: “હક્ક લઈને જ ઝંપીશું”! હાઈ ટેન્શન વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતોનો સચિવાલયમાં હલ્લાબોલ

આ પણ વાંચો: બટાકાના ભાવ ગગડતા ખેડૂતો પાયમાલ! ધવલસિંહ ઝાલાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર