Not Set/ જમ્મુ-કાશ્મીર/ ભારે હિમપ્રાતમાં એક BSF જવાન, 5 નાગરિકોનાં મોત

બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગઈકાલે સાંજે સાડા આઠ વાગ્યે, એલઓસી પાસે નૌગમ સેક્ટરમાં બીએસએફની જમાવટને હિમપ્રપાતનો સામનો કરવો પડ્યો હતો. જેમાં તૈનાત 7 બીએસએફ જવાનો લાપતા થયા હતા. તુરંત સર્ચ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તૈનાત 7 બીએસએફ જવાનોમાંથી 6 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ફસાયેલા […]

Top Stories India

બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગઈકાલે સાંજે સાડા આઠ વાગ્યે, એલઓસી પાસે નૌગમ સેક્ટરમાં બીએસએફની જમાવટને હિમપ્રપાતનો સામનો કરવો પડ્યો હતો. જેમાં તૈનાત 7 બીએસએફ જવાનો લાપતા થયા હતા. તુરંત સર્ચ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તૈનાત 7 બીએસએફ જવાનોમાંથી 6 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ફસાયેલા એક બીએસએફના કોન્સ્ટેબલને જીવિત બચાવી શકાયા નથી.

તો સાથે સાથે જમ્મુ અને કાશ્મીરનાં એસએસપી ગેન્ડરબલ, કે.એમ. પોસ્વાલએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં 4 ઇંચ હિમવર્ષા અને 2 હિમપ્રપાત થયા હતા. કોલાન નજીક રાયસનમાં પ્રથમ હિમપ્રપાત આવ્યો હતો, જેમાં કુલ 12 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. કોલાનના ઘાસ નજીક એક અન્ય હિમપ્રપાત ત્રાટક્યો હતો, જ્યાં 5 લોકોએ જીવ ગુમાવા હતા અને 4 લોકોને રાતોરાત રેસ્કિયુ ઓપરેશન બાદ બચાવી લેવામાં આવ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.