Not Set/ સીએમ રૂપાણી આવતીકાલથી 6 દિવસના ઇઝરાયેલ પ્રવાસે,નીતિનભાઇ પાસે ચાર્જ

અમદાવાદ, સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનેલ વિજય રુપાણી પ્રથમ વખત વિદેશ પ્રવાસ જઈ રહ્યા છે. સીએમ રૂપાણી આવતીકાલથી ઈઝરાયલના પ્રવાસે જશે. તેમના આ ૬ દિવસના ઈઝરાયલ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળશે. સીએમ વિજય રુપાણી આ ઈઝરાયલ પ્રવાસ દરમિયાન ઈઝરાયલમાં પાણી સિંચાઈ, ખેતીની અત્યાધુનિક પદ્ધતિઓ વગેરેની માહિતી મેળવીને તેનો […]

Top Stories Gujarat

અમદાવાદ,

સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનેલ વિજય રુપાણી પ્રથમ વખત વિદેશ પ્રવાસ જઈ રહ્યા છે. સીએમ રૂપાણી આવતીકાલથી ઈઝરાયલના પ્રવાસે જશે. તેમના આ ૬ દિવસના ઈઝરાયલ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળશે.

સીએમ વિજય રુપાણી આ ઈઝરાયલ પ્રવાસ દરમિયાન ઈઝરાયલમાં પાણી સિંચાઈ, ખેતીની અત્યાધુનિક પદ્ધતિઓ વગેરેની માહિતી મેળવીને તેનો ગુજરાતમાં અમલ કરવા અંગે પ્રયત્ન કરશે. ગુજરાતના ઈઝરાયલ સાથેના સંબંધો નવી ઉંચાઈ પર લઈ જવાની ઇચ્છા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે. થોડા સમય પહેલા ઈઝરાયલના વડાપ્રધાને ગુજરાતની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે સાબરકાંઠા જિલ્લામાં આઈ ક્રિએટ સેન્ટરનુ ઉદ્‌ઘાટન કર્યુ હતું. ઈઝરાયલમાં ખેતીવાડી, સિંચાઈની વ્યવસ્થા કેવી છે તેની માહિતી મેળવીને અહીં અમલ કરવા પ્રયત્ન કરાશે. ઉપરાંત દરીયાના ખારા પાણીને મીઠુ કરવાનો પ્રોજેક્ટ, ગટરના ગંદા પાણીને કઈ રીતે પીવાલાયક બનાવવુ તે બાબતનો અભ્યાસ મુખ્યમંત્રી કરશે. તેમજ તેનો અમલ ગુજરાતમાં કઈ રીતે કરી શકાય તેની માહિતી મેળવશે.

મુખ્યમંત્રી વિજય રુપાણી ઈઝરાયલની રાજધાની તેલઅવીવ, શાખબાન, શોરેપ જેવા શહેરોમાં જુદા જુદા પ્લાન્ટની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ઈઝરાયલમાં વસતા ગુજરાતી આગેવાનો સાથે પણ સંવાદ કરશે. જે દરમિયાન તેઓ ગુજરાતમાં કેટલો અને કઈ રીતે વિકાસ થઈ રહ્યો છે તે માહિતી આપશે. તેમની સાથે અગ્રસચિવ અશ્વિનીકુમાર, કૃષિ રાજ્યમંત્રી જયેન્દ્રથસિંહ પરમાર, કૃષિ સચિવ સંજય પ્રસાદ પણ જોડાશે.