Not Set/ વડોદરા/ ભાજપ કાઉન્સિલરનાં જન્મદિનનો તાયફો, કોરોના ગાઈડલાઈન્સનું સરેઆમ ઉલંઘન

  ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ સતત બેકાબુ બની રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમીતોનો આંક ૧ લાખને પાર કરી ચુક્યો છે. અને હજુ પણ સતત કોરોના કેસ માં અધધધ કહી શકાય તેવો વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે સરકાર પણ સતત કોરોના ને નાથવા માટે પ્રયત્ન કરી રહી છે. પરંતુ સરકારના નેતાઓ દ્વારા ક્યાંક ને કયાંક સરેઆમ […]

Gujarat Vadodara
 

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ સતત બેકાબુ બની રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમીતોનો આંક ૧ લાખને પાર કરી ચુક્યો છે. અને હજુ પણ સતત કોરોના કેસ માં અધધધ કહી શકાય તેવો વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે સરકાર પણ સતત કોરોના ને નાથવા માટે પ્રયત્ન કરી રહી છે. પરંતુ સરકારના નેતાઓ દ્વારા ક્યાંક ને કયાંક સરેઆમ કોરોના ગાઈડલાઈન્સ નું ઉલંઘન થઇ રહ્યું છે. જે સરકાર ના તમામ પ્રયાસો ઉપર એક જ ઝાટકે પાણી ફેરવી નાખે છે.

વાત કરીએ વડોદરાની તો અહીં ભાજપના એક કાઉન્સીલરે પોતાના જન્મ દિવસની શાનદાર ઉજવણી કરી હતી. અને સરેઆમ, કોરોના ગાઈડલાઈન્સ નું ઉલંઘન કર્યું હતું. અને ભાજપના કાઉન્સીલર  એવા મનીષ  પગારના જન્મ દિવસની ઉજવણીમાં ભાજપના નેતાઓ બેફામ બન્યા હતા. અને ભાજપનો બર્થ ડે બોય બેડ બોય બન્યો હતો. ભાજપનાં કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડ્યા હતા. ધારાસભ્ય સીમા મોહિલે પણ આ કાર્યક્રમમાં હાજર હતા.

પોતાનાં જન્મદિને ખાનગી કંપનીએ આપેલું અનાજ પણ વહેંચ્યું હતું. અનાજની કીટ લેવાં ગરીબ નાગરિકોએ પડાપડી કરી હતી. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનાં લીરેલીરા ઉડ્યા હતા. લોકોને શીખ આપતાં ભાજપનાં નેતાઓએ જ સરેઆમ કોરોના ગાઈડલાઈન્સનું ઉલંઘન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….