Junagadh News/ માંગરોળમાં વધુ એક અન્નદાતાએ મોતને વહાલું કર્યું, પંથકમાં અરેરાટી..

જૂનાગઢના માંગરોળના લોએજ ગામે મગફળી પલળી જતાં દેવાના ડર અને આર્થિક પાયમાલીની ચિંતામાં 55 વર્ષીય ખેડૂત લખમણભાઈ નંદાણીયાએ ઝેરી ટીકડા ગળી (Farmer Suicide) આપઘાત કર્યો. સમગ્ર પંથકમાં અરેરાટી.

Gujarat Top Stories Others Breaking News
Farmer Suicide)

Mangrol Farmer Suicide: ખેતીમાં કુદરતનો પ્રકોપ અને પાક નિષ્ફળ જવાની ચિંતામાં વધુ એક અન્નદાતાએ મોતને (Farmer Suicide) વહાલું કર્યું હોવાની હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે.

લોએજ ગામના ખેડૂૂતે કરી આત્મહત્યા (Farmer Suicide)

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામના 55 વર્ષીય ખેડૂત લખમણભાઈ નંદાણીયાએ પોતાની આખી સીઝનની મહેનત સમાન મગફળીનો પાક માવઠાને કારણે પલળી જતાં આત્યંતિક પગલું ભર્યું છે. લોહીનું પાણી કરીને પકવેલી મગફળી જ્યારે નજર સામે જ બરબાદ થઈ ગઈ, ત્યારે આર્થિક પાયમાલી ચિંતામાં ખેડૂત ભાંગી પડ્યા હતા. ભારે હૃદયે અને હતાશાના ગરતામાં ડૂબેલા લખમણભાઈએ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ગળી જઈને પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે. એક તરફ પરિવારના ભરણપોષણની જવાબદારી અને બીજી તરફ કુદરતની થપાટને કારણે સર્જાયેલી આ કરુણ ઘટનાથી લોએજ ગામ સહિત સમગ્ર પંથકના ખેડૂત આલમમાં ઘેરા શોકની લાગણી સાથે ભારે ચકચાર મચી ગઈ છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: યાત્રાધામ દ્વારકામાં માએ છ વર્ષના પુત્ર સાથે કરી આત્મહત્યા

આ પણ વાંચો: કન્નડ–તમિલ ટીવી અભિનેત્રી નંદિની સીએમની બેંગલુરુમાં આત્મહત્યા

આ પણ વાંચો: અમદાવાદના બાપુનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને પોતે કરી આત્મહત્યા