Gujarat/ ચોટીલા ગોવર્ધન સેવા ગ્રૂપ દ્વારા રખડતા પશુ માટે 800 કિલો લાપસી બનાવી ખવડાવી

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પથંકમાં હાલમાં છેલ્લા કેટલાક સમયથી હાડ થીજાવતી ઠંડીએ જોર પકડ્યું છે. ગાત્રો થીજાવતી ઠંડીમાં લોકો બહાર નીકળવાના બદલે ઘરમાં પુરાઇને આરામ કરવાનું વધુ પસંદ કરે છે…

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પથંકમાં હાલમાં છેલ્લા કેટલાક સમયથી હાડ થીજાવતી ઠંડીએ જોર પકડ્યું છે. ગાત્રો થીજાવતી ઠંડીમાં લોકો બહાર નીકળવાના બદલે ઘરમાં પુરાઇને આરામ કરવાનું વધુ પસંદ કરે છે.

આ કારમી ઠંડીમાં લોકોની સાથે મૂંગા અબોલ પશુઓની હાલત પણ અત્યંત કફોડી બનવા પામે છે. ત્યારે ચોટીલામાં જીવદયાપ્રેમી દ્વારા ગાયો માટે 800 કીલો લાપસી બનાવવામાં આવી હતી. ચોટીલામા ગોવર્ધન સેવા ગ્રુપ દ્વારા રખડતા પશુઓ માટે 800 મણ લાપસી બનાવી અને જીવદયાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું હતુ. ચોટીલામાં શેરીઓ અને હાઇવે પર રખડતા પશુઓને યુવાનો દ્વારા લાપસી ખવડાવવામા આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો