કોરોના સંક્રમણ/ ભાવનગર મનપા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

Gujarat Others

ભાવનગરમાં કોરોના સંક્રમણને ધ્યાને લઈને માનપા કમિશ્નર દ્વારા પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં ભાવનગર શહેરમાં  આવેલ તમામા સ્વીમીંગ પુલ તેમજ ગાર્ડન બંધ રાખવાનો નિર્ણય મનપા કમિશ્નર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં આજથી ગાર્ડન તેમજ સ્વીમીંગ પુલ બંધ રહેશે.

ભાવનગરમાં કોરોના સંક્રમણને અટકાવવા મનપા કમિશ્નર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મનપા કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ભાવનગર શહેરમાં કોરોના સંક્રમણ વધતા શહેરમાં આવેલ તમામ સ્વીમીંગ પુલ તેમજ બાગ બગીચા અનિશ્ચિત મુદત સુધી બંધ રાખવાનો મનપા કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ભાવનગર શહેરમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા પણ મનપા દ્વારા લોકોના ટેસ્ટીંગ કરવાનું શરુકરવામાં આવ્યું છે.