Surat News/ લિંબાયત ચાની લારીવાળા સાથે મારપીટનો મામલો હાઈકોર્ટમાં, પોલીસ અધિકારીઓને નોટિસ; 30 સપ્ટેમ્બરે ખુલાસો

સુરતના લિંબાયત ()માં ચાની લારીવાળા સાથે પોલીસ (Surat Limbayat Police Case)ની કથિત મારપીટ અને હેરાનગતિનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. કોર્ટે પોલીસ અધિકારીઓને નોટિસ આપી 30 સપ્ટેમ્બરે ખુલાસો માગ્યો છે.

Gujarat Top Stories Surat Breaking News
Surat Limbayat Police Case: મફતમાં પાન-સિગારેટ ન આપી તો માર માર્યો? પોલીસ સામે હાઈકોર્ટમાં અરજી

Surat News: સુરતના લિંબાયત વિસ્તારમાં ચાની લારી ચલાવતા વેપારી અને તેમના ભાઈ સાથે પોલીસ (Surat Limbayat Police Case) દ્વારા કથિત મારપીટ અને હેરાનગતિ કરવામાં આવી હોવાનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court ) સુધી પહોંચ્યો છે. ચાની લારી પરથી પાન, સિગારેટ અને એનર્જી ડ્રિંક જેવી વસ્તુઓ મફતમાં ન આપવા બાબતે પોલીસકર્મીઓએ વેપારી સાથે મારપીટ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court ) ગંભીર નોંધ લેતા સંબંધિત પોલીસ (Surat Limbayat Police Case) અધિકારીઓને નોટિસ ફટકારી છે. પ્રથમ સુનાવણી દરમિયાન કોર્ટે સમગ્ર ઘટનાને લઈને પોલીસ પાસેથી સ્પષ્ટતા માગી છે અને 30 સપ્ટેમ્બર, 2026ના રોજ વિગતવાર ખુલાસો રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

મફતમાં વસ્તુઓ આપવાનો ઈન્કાર કરતાં મારપીટનો આક્ષેપ

અરજદાર મનોજ યાદવના જણાવ્યા પ્રમાણે, 13 જુલાઈના રોજ 4થી 5 પોલીસકર્મીઓ તેમના ટી સ્ટોલ પર આવ્યા હતા. પોલીસકર્મીઓએ ચાની લારી પરથી કેટલીક વસ્તુઓ મફતમાં માગી હોવાનો આક્ષેપ છે. મનોજ યાદવે મફતમાં માલસામાન આપવાનો ઇનકાર કરતાં પોલીસકર્મીઓ રોષે ભરાયા હતા અને તેમની સાથે મારપીટ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનામાં વેપારીને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે.

Surat Limbayat Police Case: પોલીસ કમિશનરને કરી હતી લેખિત ફરિયાદ

કથિત મારપીટ બાદ મનોજ યાદવે સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનરને લેખિત અરજી કરી હતી. આ ફરિયાદના આધારે તપાસની જવાબદારી ડીસીપીને સોંપવામાં આવી હતી. જોકે, અરજદારનો આક્ષેપ છે કે ફરિયાદ કર્યા બાદ તેમને અને તેમના પરિવારને રાહત મળવાને બદલે પોલીસ (Surat Limbayat Police Case) તરફથી વધુ દબાણ અને કનડગતનો સામનો કરવો પડ્યો હતો.

ભાઈને પોલીસ સ્ટેશન લઈ જઈ માર માર્યાનો આક્ષેપ

અરજદારના જણાવ્યા પ્રમાણે, 8 ઓગસ્ટે તેમના ભાઈને પોલીસકર્મીઓ કોઈ યોગ્ય કારણ વિના લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ હોવાનો પણ અરજદાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ કથિત CCTV પુરાવા હાઈકોર્ટ (Gujarat High Court ) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

અરજી પરત ખેંચવા દબાણનો આરોપ

અરજદારનું કહેવું છે કે પોલીસ (Surat Limbayat Police Case) ફરિયાદ અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કર્યા બાદ પણ કનડગત ચાલુ રહી હતી. આ દરમિયાન તેમને હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ મામલે મનોજ યાદવે આખરે 17 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

19 ઓગસ્ટની ઘટનાથી મામલો વધુ ગંભીર બન્યો

અરજી દાખલ થયા બાદ પણ પોલીસ દ્વારા કથિત હેરાનગતિ ચાલુ હોવાનો આરોપ છે. અરજદારના જણાવ્યા મુજબ, 19 ઓગસ્ટે લિંબાયત પોલીસના PI સહિતના સ્ટાફે તેમની દુકાનમાંથી કેટલાક લોકોને લઈ ગયા હતા. અરજી પાછી ખેંચવા માટે દબાણ અને ભાડા કરારને લઈને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ અંગેના પુરાવા હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

હાઈકોર્ટે પોલીસ પાસેથી માગ્યો ખુલાસો

સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટે સંબંધિત પોલીસ અધિકારીઓને નોટિસ પાઠવી છે. કોર્ટ સમક્ષ રજૂ થયેલા આક્ષેપો અને પુરાવાઓ અંગે પોલીસ (Surat Limbayat Police Case)નો જવાબ શું છે તે હવે મહત્વનું રહેશે. હાઈકોર્ટે 30 સપ્ટેમ્બરે સમગ્ર મામલે વિગતવાર ખુલાસો કરવા આદેશ આપ્યો છે. હવે આગામી સુનાવણીમાં પોલીસ તરફથી શું જવાબ રજૂ કરવામાં આવે છે અને કોર્ટ આ મામલે શું નિર્દેશ આપે છે તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો:સુરતમાં પોલીસની મારપીટનો CCTV: યુવકને વાળ ખેંચી માર માર્યાનો આક્ષેપ, ન્યાય માટે હાઈકોર્ટ પહોંચ્યો

આ પણ વાંચો:સુરત પોલીસ કમિશનરનો સપાટો : એક સાથે 12 PIની બદલી કરી

આ પણ વાંચો:સુરત પોલીસ બની જીવન રક્ષક, આ રીતે બચાવી યુવકની જીંદગી