Dahod News : દાહોદમાં મહાકુંભથી પરત ફરી રહેલા શ્રધ્ધાળુઓ ફસાઈ ગયા હતા. આ યાત્રીઓ દાહોદ જિલ્લાના જાલત ગામે ફસાયા હતા.જેમાં ખાનગી બસ માલિકની બેદરકારીને કારણે આ મુસાફરો અટવાયા હોવાનું બહાર આવ્યું હતું. બસના ડ્રાઈવરને ડિઝલના પૈસા ન આપતા આ મુશ્કેલી ઉભી થઈ હતી અને તેને કારણે મુસાફરોને હેરાનગતિ ભોગવવી પડી હતી.
ગુરુકૃપા ટ્રાવેલ્સ દ્વારા મહાકુંભમાં દર્શન માટે આયોજન કરાયું હતું. જેમાં મુસાફરો દ્વારા રૂપિયા આપી દીધા હોવા છતાં મુસાફરો અટવાઈ ગયા હતા. જેમાં 6 થી 7 કલાક સુધી મુસાફરોને ભારી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
બીજીતરફ ગુરુ કૃપા ટ્રાવેલ્સના માલિકે આ મામલે મોન ધારણ કર્યું. પરંતુ ટ્રાવેલ્સના માલિક અને બસના ડ્રાઈવરને કારણે હાલાકી મુસાફરોએ ભોગવવી પડી હતી.
આ પણ વાંચો:ગાંધીનગરના સરગાસન ખ રોડ પર કાર ડિવાઈડર સાથે અથડાતા 2નાં મોત, 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આ પણ વાંચો:ગાંધીનગરમાં બજેટ સત્ર શરૂ થતા પહેલા કોંગ્રસનો દેખાવો શરૂ
આ પણ વાંચો:ગાંધીનગરમાં નર્સિંગ પરીક્ષા વિવાદ મુદ્દે બેઠક યોજાઈ
