Rajkot News/ સમૂહ લગ્નના નામે છેતરપિંડીઃ પોલીસે 3ની અટકાયત કરી, મુખ્ય આયોજક સહિત અન્ય ફરાર

રાજકોટના સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મામલે પોલીસે કહ્યું કે, સમૂહ લગ્નની મંજૂરી લેવાઈ ન હોવાનું સામે આવ્યું છે. મંજૂરી વગર જ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે દિલીપ ગોહેલ, દિપક હિરાણી અને મનિષ વિઠ્ઠલાપરાની અટકાયત કરી છે. મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલા હજુ સુધી ફરાર, ટૂંક સમયમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાશે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News : રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મોટો મામલો સામે આવ્યો છે. જેમાં આયોજકો મંજૂરી વગર જ સમૂહ લગ્નનું આયોજન કરી ફરાર થઈ ગયા છે. આ કેસમાં દિલીપ ગોહેલ, દિપક હિરાણી અને મનિષ વિઠ્ઠલાપરાની અટકાયત કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલા હજુ ફરાર છે. ટૂંક સમયમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાશે.

પોલીસે આયોજકોના ઘરે તપાસ હાથ ધરી છે, જેમાં રેલનગર સ્થિત ડો. હેડગેવાર આવાસ યોજનામાં પણ તપાસ કરવામાં આવી છે. આયોજકો ઘરે તાળા મારીને ફરાર થઈ ગયા હતા. મુખ્ય સૂત્રધાર ચંદ્રેશની કોઈ વિગત બહાર આવી નથી. પોલીસે ફરાર આયોજકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં આયોજક ઝડપાઈ જવાની શક્યતા છે. પોલીસે મવડી સ્થિત એક આયોજકની દુકાન પર પણ તપાસ કરી છે.

આ ઘટનામાં સામાજિક અગ્રણીઓ મેદાનમાં આવ્યા છે. શિવાજી સેનાના વિક્રમ સોરાણીએ કરિયાવરની જવાબદારી લીધી અને આયોજકોના કૃત્યને વખોડ્યું છે. આયોજક ચંદ્રેશ છારોલાએ વ્હોટ્સએપ સ્ટેટસમાં પોતે હોસ્પિટલમાં દાખલ હોવાનું જણાવ્યું હતું, જે જૂઠું હોવાનું સામે આવ્યું છે. ચંદ્રેશ રઘુવીર હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો, પરંતુ સારવાર બાદ તેને તરત જ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં ચંદ્રેશનું જૂઠ્ઠાણું પકડાઈ ગયું છે. હોસ્પિટલે આ અંગે પોલીસને જાણ કરી છે.

રાજકોટ પોલીસના ACP રાધિકા ભારાઈએ સમુહલગ્નના નામે છેતરપિંડીનો મામલે જણાવ્યું કે, સમૂહલગ્નના નામે છેતરપિંડી અને ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધાયો છે. ચંદ્રેશ છત્રાલા સહિત 6 શખ્સો સામે ગુનો નોંધાયો છે. ત્રણ શખ્સોની પોલીસ દ્રારા પુછપરછ કરાઈ છે. ચંદ્રેશ છત્રોલા,દિલીપ ગોહિલ.દિપક હિરાણી, હાર્દિક શિશાંગિયા,મનીષ વિઠ્ઠલાપરા,દિલીપ વરસંડા સામે ગુનો નોંધાયો છે. મનીષ વિઠ્ઠલાપરા,દિલીપ ગોહિલ અને દિપક હિરાણીની ધરપકડ કરવામા આવી છે. પોલીસે આ મામલે સમૂહલગ્નના મુખ્ય આયોજક સહિત અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અને આરોપીની ધરપકડ કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝની મહેનત રંગ લાવી! રાજકોટ પોલીસનું ધ્યાન દોરતા દીકરીઓને સાસરે વળાવી

આ પણ વાંચો: રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર, પોલીસે લીધી જવાબદારી

આ પણ વાંચો: રાજકોટમાં બદનક્ષીના કેસમાં કોર્ટની મોટી કાર્યવાહી, 4 સામે વોરંટ ઈશ્યૂ