Rajkot News/ રાજકોટમાં પતિએ પત્નીને હથોડી મારી મોતને ઘાટ ઉતારી

Rajkotના રૈયા રોડ પર આવેલા શિવાલિક એપાર્ટમેન્ટમાં અલ્તાફ લાલાણી નામના પતિએ પત્ની શિલ્પાબેનની હથોડીના ઘા ઝીંકી હત્યા કરી છે. યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં 4 દિવસમાં આ બીજી હત્યા છે.

Gujarat Top Stories Rajkot
Rajkot Shivalik Apartment Murder Case

Rajkot Shivalik Apartment Murder Case: રાજકોટ શહેરમાં ફરી એકવાર હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલા શિવાલિક એપાર્ટમેન્ટમાં પતિએ પોતાની પત્નીની હથોડીના ઘા મારી હત્યા કરતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Rajkot : સામાન્ય ઝઘડો બન્યો લોહીયાળ

પ્રાપ્ત માહિતી અનુસાર, શિવાલિક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 102માં રહેતા અલ્તાફભાઈ લાલાણી અને તેમની પત્ની શિલ્પાબેન વચ્ચે કોઈ કારણસર ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વધી ગઈ કે આવેશમાં આવેલા અલ્તાફભાઈએ પત્નીના માથાના ભાગે હથોડી વડે હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે શિલ્પાબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખીને ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ સહિત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ઘરેલુ ઝઘડાના કારણે હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે, જોકે પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. આરોપી પતિની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Rajkot : ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો

ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની આ બીજી ઘટના છે. ગત 25 મેના રોજ શાસ્ત્રીનગર વિસ્તારમાં પૌત્રએ પોતાના દાદાની બોથડ પદાર્થ વડે હત્યા કરી હતી. સતત સામે આવી રહેલી હત્યાની ઘટનાઓને કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે..


આ પણ વાંચો : રાજકોટમાં નવપરીણિત મહિલાની પતિના અફેરના પગલે આત્મહત્યા

આ પણ વાંચો : રાજકોટમાં જમીન મામલે પૌત્રએ દાદાની કરી હત્યા

આ પણ વાંચો : રાજકોટમાં દલિત યુવક ભાવેશ વાણવીની હત્યા કેસમાં 3 આરોપી ઝડપાયા, 2 ફરાર