Surat News/ સુરતમાં ₹16.43 કરોડનો હીરાબાગ રેમ્પ બ્રિજ ઉદ્ઘાટનની રાહમાં બંધ, લોકોમાં રોષ

સુરતના વરાછામાં ₹16.43 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો હીરાબાગ રેમ્પ બ્રિજ (Hirabaug Ramp Bridge) હજુ સુધી ઉદ્ઘાટનની રાહમાં બંધ રાખવામાં આવ્યો છે. ટ્રાફિકથી કંટાળેલા લોકોએ જાતે જ બ્રિજ શરૂ કરતા તંત્રએ ફરી બંધ કરી દીધો.

Top Stories Gujarat Surat Breaking News
Hirabaug Ramp Bridge: સુરતમાં 7 લાખ લોકો ટ્રાફિકથી ત્રસ્ત, છતાં બ્રિજ બંધ

Surat News: સુરત શહેરના વરાછા વિસ્તારમાં તૈયાર કરાયેલો હીરાબાગ રેમ્પ બ્રિજ (Hirabaug Ramp Bridge) હવે લોકોમાં ચર્ચા અને રોષનું કેન્દ્ર બન્યો છે. આશરે ₹16.43 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો 557 મીટર લાંબો આ રેમ્પ બ્રિજ સંપૂર્ણ તૈયાર હોવા છતાં હજુ સુધી વાહનવ્યવહાર માટે સત્તાવાર રીતે ખુલ્લો મુકાયો નથી.

Hirabaug Ramp Bridge મુદ્દે તંત્ર સામે લોકોનો રોષ વધ્યો

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બ્રિજ કોઈ મોટા રાજકીય નેતાના ઉદ્ઘાટનની રાહમાં બંધ રાખવામાં આવ્યો છે. જેના કારણે કતારગામ, અમરોલી અને આસપાસના વિસ્તારોના લાખો વાહનચાલકો રોજિંદા ટ્રાફિક જામ અને અવરજવર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

આ રેમ્પ બ્રિજ (Hirabaug Ramp Bridge) શરૂ ન થવાને કારણે ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લોકોનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી સુવિધાનો ઉપયોગ માત્ર રાજકીય કાર્યક્રમના કારણે અટકાવી દેવામાં આવ્યો છે.સ્થાનિકોમાં વધતા રોષ વચ્ચે થોડા દિવસો પહેલા કેટલાક લોકોએ કોઈ પણ નેતા કે ઉદ્ઘાટનની રાહ જોયા વગર જાતે જ બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દીધો હતો. થોડા સમય માટે વાહનોની અવરજવર પણ શરૂ થઈ ગઈ હતી.

જોકે, આ ઘટનાની જાણ થતાં જ સરકારી અધિકારીઓ અને તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું. ત્યારબાદ ફરીથી બેરિકેડ મૂકી હીરાબાગ રેમ્પ બ્રિજ (Hirabaug Ramp Bridge) વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.આ ઘટનાએ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો હવે માંગ કરી રહ્યા છે કે રાજકીય કાર્યક્રમોની રાહ જોવાને બદલે લોકોની સુવિધાને પ્રાથમિકતા આપી તાત્કાલિક બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવે.


આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓખા – બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે…

આ પણ વાંચો:લો બોલો …!! વડોદરા મહાનગર પાલિકામાં, જમીન સંપાદન કર્યા વિના જ બ્રિજ તૈયાર, ઉદ્ઘાટન પણ થઇ ગયું

આ પણ વાંચો:રામ નવમીના અવસરે, પ્રધાનમંત્રી તમિલનાડુની મુલાકાત લેશે અને રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડતા નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે