Rajkot News/ મંતવ્ય ન્યૂઝની મહેનત રંગ લાવી! રાજકોટ પોલીસનું ધ્યાન દોરતા દીકરીઓને સાસરે વળાવી

સમૂહ લગ્નના આયોજન હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનો દાવો કર્યો છે.

Gujarat Top Stories Rajkot Breaking News

Rajkot News: ફરી એકવાર મંતવ્ય ન્યૂઝ(Mantavya News)ની મહેનત રંગ લાવી છે. રાજકોટ (Rajkot) સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થતાં 28 વર-વધૂના લગ્ન અટક્યાં હતા. આ મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર મામલે રાજકોટ CP બ્રિજેશ ઝા નું ધ્યાન દોરાતા રાજકોટ CP દ્વારા તાત્કાલિક સંકલ્પ લેવાયો હતો અને રાજકોટ પોલીસે દીકરીઓના લગ્નની જવાબદારી ઉપાડી છે.

પોલીસની સાથે હવે સામાજિક સંસ્થાઓ પણ મેદાને આવી છે. મીડિયાની જાગૃતતા પોલીસની માનવતાએ 28 દીકરીઓને સાસરે વળાવી છે. બીજી બાજુ આયોજકોને શોધવા પોલીસે ટીમ બનાવી છે. દીકરીઓ માટે રાજકોટ પોલીસ વિઘ્નહર્તા બની દીકરીઓની આંખમાં દુ:ખના આંસુ લુછ્યા હતા. સામાજિક આગેવાનોએ કરીયાવારની જવાબદારી લીધી છે.

સમૂહ લગ્નના આયોજન હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનો દાવો કર્યો છે. આયોજક ચંદ્રેશ છત્રોલા બીમાર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જણાવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે આયોજકોએ યુગલો પાસેથી રૂપિયા 15 હજાર જેટલા ઉઘરાવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં બદનક્ષીના કેસમાં કોર્ટની મોટી કાર્યવાહી, 4 સામે વોરંટ ઈશ્યૂ

આ પણ વાંચો:રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી

આ પણ વાંચો:રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર, પોલીસે લીધી જવાબદારી