Rajkot News/ રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર, પોલીસે લીધી જવાબદારી

28 યુગલોના સમૂહ લગ્નનું કરાયું હતું

Top Stories Gujarat

Rajkot News: રાજકોટ(Rajkot)માં સમૂહ લગ્નના આયોજકો ફરાર થયા હતા, આયોજકો અચાનક ફરાર થતા લગ્ન અટકી પડ્યા હતા. 28 યુગલોના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું.  કોઇપણ વ્યવસ્થા કાર્ય વિના આયોજકો છૂમંતર થતાં લગ્ન મંડપમાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે યુગલોના સમૂહ લગ્ન હવે રાજકોટ પોલીસ (Rajkot Police) કરાવશે.

રાજકોટના રેલનગરમાં 28 વર-વધૂ માંડવે પહોંચ્યા હતા, પરંતુ આયોજકો (Planners) ફરાર જતાં લગ્ન અટકી પડ્યાં હતા. આ બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પરિવારના લોકોએ આયોજકોને અગણિત ફોન કર્યા હતા, પરંતુ આયોજકોએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. આયોજકો ફરાર થતાં જાન, જાનૈયા અને કન્યાપક્ષ રસ્તે રઝળ્યા હતા. આ સમૂહ લગ્નનું આયોજન ઋષિવંશી ગ્રુપે કર્યું હતું. “કન્યા પધરાવો”ને બદલે “આયોજકો પધરાવો સાવધાન” થઈ ગયા છે.

મહત્વનું છે કે સમૂહ લગ્નમાં રાજકોટ મેયરને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ અપાયું હતું. લગ્નની વીડિયોગ્રાફીનો પણ ઓર્ડર અપાયો હતો. ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દીપક હિરાણી મુખ્ય આયોજક છે. લગ્ન કરાવવા 28 ભૂદેવો પણ મંડપમાં પહોંચ્યા હતા. માતબર રૂપિયા ઉઘરાવી તમામ આયોજકો અદ્રશ્ય થયા હતા. અહીં સંગીત સંધ્યા સાથે ભજનનું પણ આયોજન કરાયું હતું. આયોજકો વિરુદ્ધ પોલીસ પ્રશાસન સત્વરે સક્રિય થાય તેવી માગ કરવામાં આવી હતી. માહિતી મુજબ, વર-કન્યા પક્ષ પાસેથી 15-15 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા. કેટલીક સેવાભાવી સંસ્થાઓએ લગ્નની જવાબદારી ઉપાડી છે.

મંતવ્ય ન્યૂઝે જનપ્રતિનિધિઓ સુધી વાત પહોંચાડી છે. સ્થાનિક આગેવાનો, ધારાસભ્યો, પૂર્વ CM સુધી વાત પહોંચાડવામાં આવી છે. આવા ઠગોને તાત્કાલિક પાઠ ભણાવવા માગ ઉઠી છે. અગાઉ પણ આ જ આયોજકોએ છેતરપિંડી કરી હતી. કન્યા પક્ષને કરિયાવર ન આપી કૌંભાંડ આચર્યું હતું. કેશોદ, તલાલા, અમરેલીથી લોકો આવ્યા હતા.

ત્યારે પોલીસે તમામ આયોજનની જવાબદારી ઉપાડી છે. દીકરીઓ માટે પોલીસ વિભાગ સામે આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ થોડીવારમાં ઘટના સ્થળે પહોંચશે અને 28 યુગલોના લગ્ન કરાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં બદનક્ષીના કેસમાં કોર્ટની મોટી કાર્યવાહી, 4 સામે વોરંટ ઈશ્યૂ

આ પણ વાંચો:રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી

આ પણ વાંચો:રાજકોટની ગાયનેક હોસ્પિટલના વીડિયો વાયરલ કેવી રીતે થયા? :અન્ય રાજ્યમાંથી ચેનલ-ગ્રુપ ચલાવતા શખસે વાઇરલ કર્યાનો ઘટસ્ફોટ