ઈટાલીના મિલાનમાં મોટો વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટને કારણે અનેક વાહનોમાં આગ લાગી છે. જેના કારણે ચારેબાજુ અરાજકતા ફેલાઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાર પાર્કિંગમાં બ્લાસ્ટ થયા બાદ અફરાતફરી મચી ગઈ છે. આ બ્લાસ્ટ મિલાન સિટી સેન્ટરમાં થયો હતો, જે બાદ અનેક વાહનોમાં આગ લાગી હતી.
An explosion occurred in the center of Milan, cars are on fire.
According to preliminary information, a parked van exploded. pic.twitter.com/gSIBAYQZBu
— Open Source America (@USAopens) May 11, 2023
જોરદાર ધડાકો, અનેક એજન્સીઓ તપાસમાં લાગી
હાલ એજન્સીઓ તપાસમાં લાગેલી છે. લોકોને વહેલી તકે ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલમાં બ્લાસ્ટ અંગે વધુ માહિતી સામે આવી નથી. વિસ્ફોટ વખતે અનેક વાહનો એકસાથે પાર્ક કરવામાં આવ્યા હતા. આથી બ્લાસ્ટના કારણે એક પછી એક વાહનો બળી ગયા હતા.
વિસ્ફોટની તીવ્રતા ઘણી વધારે હતી. આનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે આકાશમાં ખૂબ મોટા વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાય છે. મિલાન એ રોમ પછી ઇટાલીનું બીજું સૌથી મોટું શહેર છે.
આ પણ વાંચો:પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ, પાક રેન્જર્સે કરી કાર્યવાહી
આ પણ વાંચો:ઇમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાન ભડકે બળ્યુંઃ આજે રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન
આ પણ વાંચો:પાકિસ્તાન સરકારે સોશિયલ મીડિયા પર લગાવ્યો પ્રતિબંધ,હાઇકોર્ટે કાર્યવાહીને યોગ્ય ઠેરવી
આ પણ વાંચો: ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ભારે હંગામો, સમર્થકોએ રેડિયો સ્ટેશનને લગાવી આગ
આ પણ વાંચો:સંસદમાં બોલવા ન દેવાતા આ દેશના સાંસદે કપડા ઉતાર્યા
