Pakistan/ પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ, પાક રેન્જર્સે કરી કાર્યવાહી

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. પાક રેન્જર્સે આ કાર્યવાહી કરી છે.

Top Stories World
ઈમરાન ખાનની ધરપકડ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાનની પાક રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઈમરાનની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે તેણે તાજેતરમાં જ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના અધિકારી મેજર જનરલ ફૈઝલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.ઈમરાને આરોપ લગાવ્યો હતો કે મેજર જનરલ ફૈઝલ નસીર તેમની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઈમરાનના આ નિવેદન માટે પાકિસ્તાની સેનાએ તેને ઠપકો આપ્યો હતો.

પૂર્વ વડાપ્રધાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટના કોર્ટરૂમમાંથી જ ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન જ્યારે તેમના સમર્થકોએ હંગામો મચાવ્યો ત્યારે તેમને પણ સૈનિકોએ માર માર્યો હતો. ઈમરાન ખાન વિરુદ્ધ તોશાખાના કેસ સહિત કુલ 114 કેસ નોંધાયેલા છે. તેમના પર લાંબા સમયથી ધરપકડની તલવાર લટકી રહી હતી અને પોલીસ તેના ઘરે અનેકવાર ગઈ હતી, પરંતુ તેની ધરપકડ થઈ શકી ન હતી. હાલમાં ઈમરાન ખાનની ધરપકડ કરીને ક્યાં લઈ જવામાં આવ્યો છે તેની માહિતી ઉપલબ્ધ નથી.

પાકિસ્તાની મીડિયા અનુસાર અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન ખાન પોતાની વિરુદ્ધ નોંધાયેલા અનેક કેસમાં જામીન મેળવવા માટે અહીં આવ્યા હતા.

આ વીડિયો ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના ટ્વિટર હેન્ડલ પરથી જાહેર કરવામાં આવ્યો છે. પાર્ટીનો દાવો છે કે ઈમરાન ખાનના વકીલ કોર્ટ પરિસરમાં ખરાબ રીતે ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ Rajkot-Heartattack/ રાજકોટવાસીઓને લાગ્યો છે હૃદયરોગ, આજે બેના મોત

આ પણ વાંચોઃ તલાટીની પરીક્ષા/ તલાટીની પરીક્ષા શાંતિપૂર્વક પૂરી, નીટ પણ સફળતાપૂર્વક યોજાઈ

આ પણ વાંચોઃ પ્રેસિડેન્ટ મુર્મુ-લાઇટ ગુલ/ રાષ્ટ્રપતિ મુર્મુના ભાષણ દરમિયાન જ વીજળી ગુલ