તલાટીની પરીક્ષા/ તલાટીની પરીક્ષા શાંતિપૂર્વક પૂરી, નીટ પણ સફળતાપૂર્વક યોજાઈ

સમગ્ર રાજ્યમાં તલાટીની પરીક્ષા નિર્વિઘ્ને પૂરી થતાં સરકારે હાશકારો લીધો છે. આઠ લાખથી પણ વધારે વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂરી થયા પછી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પેપર પ્રમાણમાં સરળ હતું.

Top Stories Gujarat
Talati Exam complete તલાટીની પરીક્ષા શાંતિપૂર્વક પૂરી, નીટ પણ સફળતાપૂર્વક યોજાઈ

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં તલાટીની પરીક્ષા નિર્વિઘ્ને પૂરી થતાં સરકારે Talati Exam completed હાશકારો લીધો છે. આઠ લાખથી પણ વધારે વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂરી થયા પછી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પેપર પ્રમાણમાં સરળ હતું. આજે તલાટીની સાથે નીટની પણ પરીક્ષા હતી. આ પરીક્ષા પણ સફળતાપૂર્વક પૂરી થઈ હતી. આમ હસમુખ પટેલના ખાતે બે-બે સરકારી પરીક્ષા સફળતાપૂર્વક યોજવાનું શ્રેય ગયું છે.

રાજ્ય સરકારે પરીક્ષા આપવા આવનારા વિદ્યાર્થીઓને અડચણ ન પડે તે Talati Exam completed માટે અગાઉથી જ સ્પેશ્યલ બસો અને ટ્રેન દોડાવવાની વ્યવસ્થા કરી રાખવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું હતું. પરીક્ષા પૂરી થયા પછી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે. પરંતુ વિદ્યાર્થીઓને અડચણ ના પડે તે માટે અગાઉથી જ સ્પેશિયલ બસો અને ટ્રેન દોડાવવાની વ્યવસ્થા કરી રાખવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર 3,437 કેન્દ્રો પર 8 લાખ 64 હજાર જેટલા ઉમેદવારો દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી.

રાજ્યમાં તલાટીની પરીક્ષામાં જૂની ભૂલોનું પૂનરાવર્તન ના થાય તે માટે Talati Exam completed ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હોવાનું આઇએએસ હસમુખ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સિવાય તેમણે ઈન્ટેલિજન્સની જાળ બિછાવવામાં આવી હોવાનું જણાવવાની સાથે ગેરરીતિની કોઈ વિગતો મળે તો તેની જાણ કરવા માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા હતા. રાજ્યમાં તલાટીની પરીક્ષામાં ઉમેદવારોને કોઈ અડચણ ના પડે તે માટે વિવિધ જિલ્લાઓના તંત્રો દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાની સાથે પોલીસ અને સેવાભાવી લોકો દ્વારા પણ ખાસ રહેવા તથા જમવાની સગવડો ઉભી કરવામાં આવી હતી.

આજે યોજાયેલી તલાટીની પરીક્ષા માટે 488 એસટી બસો તથા વધારાની 200 બસો દોડાવવામાં આવી છે. Talati Exam completed આ સિવાય સાતથી વધુ સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તલાટીની પરીક્ષા દરમિયાન પણ ચૂંટણી વખતે અનોખી પરિસ્થિતિમાં મતદાન માટે નાગરિકો પહોંચે તે રીતે દાહોદમાં દુલ્હન મહેંદી અને પીઠી સાથે પરીક્ષા આપવા માટે પહોંચી હતી. આ જોઈને અન્ય ઉમેદવારોના ઉત્સાહમાં પણ વધારો થયો હતો. અમદાવાદ સહિત રાજ્યભરમાં પોલીસ દ્વારા અને સામાજિક સંસ્થાઓ અને યુવાનોના મંડળ દ્વારા પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારોને કોઈ તકલીફ ના પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ પ્રેસિડેન્ટ મુર્મુ-લાઇટ ગુલ/ રાષ્ટ્રપતિ મુર્મુના ભાષણ દરમિયાન જ વીજળી ગુલ

આ પણ વાંચોઃ પીએમ મોદી-રોડ શો/ પીએમ મોદીનો કર્ણાટકમાં બેંગ્લુરુ ખાતે જબરજસ્ત રોડ શો

આ પણ વાંચોઃ ટેક્સાસ બિલ/ અમેરિકાના ટેક્સાસમાં ચીન, ઇરાન, રશિયા અને ઉત્તર કોરીયાના નાગરિકો જમીન નહીં ખરીદી શકે