રાજ્યમાં બિલ્ડિંગ ધરાશાયી થવાનો સીલસિલો આજુ પણ યથાવત છે. વડોદરામાં એક બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે. કહેવામા આવી રહ્યું છે કે અહી 7 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યારે ત્રણ લોકોને સુરક્ષિ બહાર કાઢવામાં આવ્યા છે.1ના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર એલ એન્ડ ટી દ્વારા ખાલી બિલ્ડિંગને તોડવાની કામગીરી ચાલી રહી હતી. જો કે કાંઇ પણ સમજે તે પહેલા અચાનક બિલ્ડિંગ ધરાશાયી હતી. જેના કારણે કામગીરી કરી રહેલા 1 સુપર વાઇઝર સહિત 7 લોકો દટાયા હતા. જેમાં 1 વ્યક્તિનાં મોતની આશંકા સેવવામાં આવી રહી છે.
હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે.અને બચાવ કામગીરી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.