Not Set/ ICJમાં કુલભુષણ જાધવને છોડાવવા ભારતની જોરદાર દલીલો,પાકિસ્તાન સાથે હાથ પણ ના મિલાવ્યા

  હેગ કુલભૂષણ જાધવ મામલામાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ(આઇસીજે)માં સોમવારે અંતિમ સુનાવણી શરૂ થઈ ચૂકી છે.ભારતે ઇન્ટરનેશનલ કોર્ટમાં રજુઆત કરતાં કહ્યું કે કુલદીપ જાદવ સામે પાકિસ્તાની મિલિટ્રી કોર્ટમાં ચાલી રહેલ સુનવણીની પ્રક્રિયા જ ખોટી છે અને આને બિનકાયદેસર જાહેર કરવી જોઇએ. કુલભુષણ જાધવ કેસની સુનાવણી પહેલા પુલવામા થયેલા ત્રાસવાદી હુમલાની અસર સ્પષ્ટ જોવા મળી હતી.આંતર […]

Top Stories India
kulbhushan ICJમાં કુલભુષણ જાધવને છોડાવવા ભારતની જોરદાર દલીલો,પાકિસ્તાન સાથે હાથ પણ ના મિલાવ્યા

 

હેગ

કુલભૂષણ જાધવ મામલામાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ(આઇસીજે)માં સોમવારે અંતિમ સુનાવણી શરૂ થઈ ચૂકી છે.ભારતે ઇન્ટરનેશનલ કોર્ટમાં રજુઆત કરતાં કહ્યું કે કુલદીપ જાદવ સામે પાકિસ્તાની મિલિટ્રી કોર્ટમાં ચાલી રહેલ સુનવણીની પ્રક્રિયા જ ખોટી છે અને આને બિનકાયદેસર જાહેર કરવી જોઇએ.

કુલભુષણ જાધવ કેસની સુનાવણી પહેલા પુલવામા થયેલા ત્રાસવાદી હુમલાની અસર સ્પષ્ટ જોવા મળી હતી.આંતર રાષ્ટ્રીય કોર્ટમાં  ભારત તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને વિદેશ મંત્રાલયના જોઈન સેક્રેટરી દીપક મિત્તલ બેઠા હતાં. તે દરમિયાન ટેમના ટેબલ પર પાકિસ્તાનના એટર્ની જનરલ મંસૂર ખાન આવી પહોંચ્યા. મંસૂર ખાન જોઈન્ટ સેક્રેટરી દીપક મિત્તલ સાથે હાથ મિલાવવા આગળ આવે છે. પરંતુ મિત્તલે સણસણતો જવાબ આપતા હાથ મિલાવવાના બદલે માત્ર હાથ જોડીને અભિવાદન કર્યું હતું. જેથી મંસૂદ ખાન રીતસરના ભોંઠા પડ્યાં હતાં.

ICJ sandesh ICJમાં કુલભુષણ જાધવને છોડાવવા ભારતની જોરદાર દલીલો,પાકિસ્તાન સાથે હાથ પણ ના મિલાવ્યા

ચાર દિવસ સુધી ચાલનારી આ સુનાવણીમાં ભારત તરફથી રજૂઆત કરતાં સીનીયર એડવોકેટ હરીશ સાલ્વેએ કહ્યું કે પાકિસ્તાને કહેવાતી સંભળાવતી વાતો પર આ મનઘડત કેસ બનાવ્યો છે.સાલ્વેએ આઈસીજેમાં કહ્યું કે કુલદીપ જાધવ નિર્દોષ છે અને પાકિસ્તાને તેમને ખોટી રીતે ફસાવ્યા છે.

સાલ્વેએ કહ્યું, પાકિસ્તાને રાહ જોયા વગર જાઘવને કાઉન્સિલરની મદદ આપવી જોઈએ. કાઉન્સિલર વગર જાધવને કસ્ટડીમાં રાખવો ગેરકાયદેસર છે. તેમાં કોઈ શંકા નથી કે, પાકિસ્તાન જાધવ કેસનો ઉપયોગ પ્રોપેગન્ડા તરીકે કરી રહ્યાં છે.

ભારતે આંતર રાષ્ટ્રીય કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું કે પાકિસ્તાને જાધવને કાઉન્સલર એક્સેસ આપવાની ભારતની તમામ અપીલને નજર અંદાજ કરી. સાલ્વેએ કહ્યું કે ભારતે ૧૩ વાર રિમાઇનડર મોકલ્યા, પરંતુ પાકે કોઈ જવાબ ન આપ્યો.

સાલ્વેએ ફરી એકવાર તારીખ મુજબ ભારતના પ્રયાસોની વિગત કોર્ટ સમક્ષ રજૂ કરી.હરીશ સાલ્વેએ વિયના સંધિની શરતોની વ્યાખ્યા કરતાં પાકિસ્તાનને ઘેરી રહ્યાં હતા.

સાલ્વે પોતાની દલીલોમાં વિયના સંધિને વિભિન્ન આર્ટિકલ્સનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે પાકિસ્તાન કેવી રીતે તેમના દેશના એક નિદોર્ષ નાગરિકનો જીવ લેવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે, ૪૭ વર્ષીય કુલભૂષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રિલ ૨૦૧૭માં ફાંસીની સજા સંભળાવી હતી. પાકિસ્તાને તેમની પર ભારત તરફથી જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો છે.

બીજી તરફ, પાકિસ્તાન મંગળવાર એટલે કે ૧૯ ફેબ્રઆરીએ પોતાનો પક્ષ રજૂ કરશે. ૨૦ ફેબ્રુઆરીએ બીજા રાઉન્ડમાં પાકિસ્તાન દ્વારા રજૂ કરવામાં આવેલા પક્ષ પર ભારત જવાબ આપશે. પાકિસ્તાનને આ તક ૨૧ ફેબ્રુઆરીએ મળશે. કુલભૂષણ જાધવ ભારતીય નાગરિક છે, પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈએ જાધવનું અપહરણ ઈરાનથી કર્યું હતું.