Not Set/ લખીમપુર હિંસામાં ખેડૂત,પત્રકાર અને ભાજપના કાર્યકરની મોત,જાણો તમામની વિગત

ખેડૂત નેતાઓનો આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ ખેડૂતો પર હુમલો કર્યો હતો, જેમાં ચાર ખેડૂતો માર્યા ગયા હતા

Top Stories
farmer લખીમપુર હિંસામાં ખેડૂત,પત્રકાર અને ભાજપના કાર્યકરની મોત,જાણો તમામની વિગત

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. ગઈકાલે બનેલી ઘટનામાં એક પત્રકારનું પણ મોડી રાતે માેત થયું હતું . ખેડૂત નેતાઓનો આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ ખેડૂતો પર હુમલો કર્યો હતો, જેમાં ચાર ખેડૂતો માર્યા ગયા હતા, તેમજ ઘણા ખેડૂતો ઘાયલ થયા હતા.

કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ જણાવ્યું હતું કે ખેડૂતોની હિંસામાં ભાજપના ત્રણ કાર્યકરો અને કાર ચાલકે જીવ ગુમાવ્યા છે.  લખીમપુર હિંસામાં અત્યાર સુધીમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે અને તેમના નામની યાદી

1- રમણ કશ્યપ (સ્થાનિક પત્રકાર)
2- દલજીત સિંહ (32) પુત્ર હરજીત સિંહ- નાપરા, બહરાઈચ (ખેડૂત)
3- ગુરવિંદર સિંહ (20) પુત્ર સત્યવીર સિંહ- નાનપરા, બહરાઇચ (ખેડૂત)
4- લવપ્રીત સિંહ (20) પુત્ર સતનામ સિંહ- ચૌખડા ફાર્મ મઝગાઈ (ખેડૂત)
5- છત્રસિંહ  (ખેડૂત)
6- શુભમ મિશ્રા, વિજય કુમાર મિશ્રાના પુત્ર, શિવપુરી (ભાજપ નેતા)
7- હરિઓમ મિશ્રા, પારસેરાનો પુત્ર, ફરધન (અજય મિશ્રાનો ડ્રાઈવર)
8- શ્યામસુંદર પુત્ર બાલક રામ સિંઘા, કલાન સિંઘાહી (ભાજપ કાર્યકર)

ભાજપના ત્રણ કાર્યકરોની હત્યા!

આ હિંસામાં ભાજપના ત્રણ કાર્યકર્તાઓના મોત થયા છે. તેમના નામ હરિઓમ મિશ્રા, શુભમ મિશ્રા અને શ્યામ સુંદર છે. હરિ ઓમ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના ડ્રાઇવર હતા અને ભાજપના કાર્યકર સાથે હતા.   તે ચાર બહેનોનો એકમાત્ર ભાઈ હતો. શુભમ મિશ્રા ભાજપના બૂથ પ્રમુખ હતા અને બે વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. શ્યામ સુંદર ભાજપના કાર્યકર હતા.