અવસાન/ ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું બીમારીને પગલે થયું નિધન, ગ્વાલિયરમાં થશે અંતિમ સંસ્કાર

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા રાજમાતા માધવી રાજે સિંધિયાનું નિધન થયું છે. રાજમાતાને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Top Stories India Breaking News

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા રાજમાતા માધવી રાજે સિંધિયાનું નિધન થયું છે. રાજમાતાને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે બીમારીને પગલે હોસ્પિટલમાં રાજમાતા માધવી રાજેએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રિપોર્ટ અનુસાર આવતીકાલે ગ્વાલિયરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સિંધિયાની માતા છેલ્લા ત્રણ મહિનાથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતી.

માધવી રાજે સિંધિયાએ દિલ્હી AIIMSમાં આજે  સવારે 9.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. મોતના સમાચાર મળતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગ્વાલિયરના મહેલમાં પણ મૌન છે. ગ્વાલિયર રાજવી પરિવાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. કોવિડ સમયગાળા તેમણે ફેફસામાં ચેપની ફરિયાદ કરી હતી. જેની સારવાર ચાલુ હતી. ફેંફસામાં ઇન્ફેકશનને પગલે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગુના લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની સ્થિતિ વધુ ગંભીર બનતા સિંધિયા પરીવાર હોસ્પિટલ પંહોચ્યો હતો.

सिंधिया परिवार की राजमाता माधवी राजे की तबीयत बिगड़ी, चुनावी प्रचार छोड़ मां को देखने दिल्ली रवाना हुए ज्योतिरादित्य - Jyotiraditya Scindia's mother ...

ગ્વાલિયરમાં થશે અંતિમ સંસ્કાર

છેલ્લા કેટલાક દિવસોથી રાજમાતાની તબિયત સતત બગડી રહી હતી. તે AIIMSમાં વેન્ટિલેટર પર હતી. તે સેપ્સિસની સાથે ન્યુમોનિયાથી પીડિત હતી. છેલ્લા કેટલાક દિવસોમાં રાજમાતાની તબિયત વધુ બગડતાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. રાજમાતાના નિધન બાદ તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે મધ્યપ્રદેશના ગ્વાલિયર લાવવામાં આવશે. જે બાદ ગુરુવારે અહીં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

केंद्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया की माता की तबियत बिगड़ी, दिल्ली एम्स के ICU में भर्ती | Union Minister Jyotiraditya Scindia mother Rajmata Madhavi Raje Scindia health ...

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા રાજમાતાની તબિયત વધુ લથડી હતી. જે બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા, તેમની પત્ની પ્રિયદર્શિની રાજે અને પુત્ર મહાઆર્યમન સિંધિયાએ ચૂંટણી પ્રચાર અધવચ્ચે છોડીને દિલ્હી જવું પડ્યું હતું.

ત્રણ મહિનાથી હોસ્પિટલમાં હતા દાખલ

જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની પત્ની અને પુત્ર છેલ્લા એક મહિનાથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ લોકો છેલ્લા એક મહિનાથી ગુના-અશોકનગર અને શિવપુરીમાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સિંધિયાની માતા માધવી રાજે સિંધિયાની તબિયત બગડતા તેમને છેલ્લા ત્રણ મહિનાથી AIIMSમાં દાખલ કરાયા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા લોકસભા ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા દરમ્યાન માતાની તબિયત બગડવાની માહિતી મળતાં જ મુંગાવલી બેઠક બાદ ભોપાલથી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. તેમના પુત્ર મહાન આર્યમને પણ તમામ ચૂંટણી કાર્યક્રમો રદ કરી ગુનાથી દિલ્હી પંહોચ્યા હતા. સિંધિયાની પત્ની 1 મેના રોજ જ દિલ્હી પહોંચી ગયા હતા. અને બાદમાં જમ્મુથી તેમની પુત્રી અને ડૉ. કરણ સિંહની વહુ ચિત્રાંગદા પણ દિલ્હી પંહોચ્યો હતો. આખો પરિવાર દિલ્હીમાં છે. માધવી રાજે સિંધિયા છેલ્લા 50 દિવસથી AIIMSમાં દાખલ હતા.

માતા રાધવી રાજેએ જ્યોતિરાદિત્ય સિંધિયાને આપી સલાહ

જ્યોતિરાદિત્ય કોંગ્રેસમાં તેમના પિતાનો વારસો છોડવામાં અચકાતા હતા, પરંતુ માધવી રાજેએ તેમના માર્ગદર્શક તરીકે કામ કરીને તેમને રસ્તો બતાવ્યો. આ પછી જ જ્યોતિરાદિત્યએ તેમની દાદી વિજયારાજે સિંધિયાની જેમ આટલો મોટો નિર્ણય લીધો. માતાની સલાહ બાદ જ્યોતિરાદિત્ય કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા. કોંગ્રેસમાં લાંબા સમય સુધી તેમને ઇચ્છિત માન-સન્માન ના મળતા ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો. ભાજપમાં સામેલ થયા બાદ ગત ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા ટૂંકા ગાળામાં કેબિનેટમાં સામેલ થયા.

માધવી રાજનો પરિચય

લગ્ન પહેલા રાજમાતા માધવી રાજેનું નામ રાજકુમારી કિરણ રાજલક્ષ્મી દેવી હતું. તેમના લગ્ન 1966માં ગ્વાલિયરના સિંધિયા રાજવી પરિવારના માધવરાવ સિંધિયા સાથે થયા હતા. આ લગ્ન દિલ્હીમાં ખૂબ જ ધામધૂમથી થયા હતા. આ શાહી લગ્નમાં દેશ-વિદેશના મહેમાનો આવ્યા હતા. લગ્ન બાદ મરાઠી પરંપરા મુજબ નેપાળની રાજકુમારીનું નામ બદલીને કિરણ રાજલક્ષ્મી પરથી માધવીરાજે આપવામાં આવ્યું. માધવીરાજે અને માધવરાવ વચ્ચેનો સંબંધ ગ્વાલિયરના રાજવી પરિવારની રાણી માતા વિજયારાજે સિંધિયા દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો.

માધવરાવ સિંધિયાનું થયું અવસાન

માધવી રાજેના પતિ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી માધવરાવ સિંધિયાનું 30 સપ્ટેમ્બર 2001ના રોજ અવસાન થયું હતું. આ પછી, તે ખૂબ જ ભાંગી પડયા હતા, પરંતુ પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા અને પુત્રવધૂ પ્રિયદર્શિની રાજે સિંધિયા માટે તેઓ માર્ગદર્શક બની રહ્યા. જ્યોતિરાદિત્ય હંમેશા માતાની સલાહ લીધા પછી મોટા નિર્ણય લેતા હતા. માધવરાવ સિંધિયાના મૃત્યુ બાદ માધવી રાજેના રાજકારણમાં પ્રવેશવાની અટકળો ચાલી રહી હતી. એવું માનવામાં આવતું હતું કે તે 2004ની સામાન્ય ચૂંટણીમાં ગ્વાલિયર લોકસભાથી ચૂંટણી લડી શકે છે. એવું માનવામાં આવતું હતું કે ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગ્વાલિયરથી માધવી રાજે મેદાનમાં હશે, કારણ કે તે સમયે માધવરાવના આકસ્મિક નિધનથી લોકો ભાવુક હતા, પરંતુ માધવી રાજેએ પોતાને રાજકારણથી દૂર રાખ્યા હતા. પતિ માધવરાવ સિંધિયાનો રાજકીય વારસો પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાને સોંપતા તેઓ રાજકારણથી દૂર રહી પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાના ગુરુ બની રહ્યા. આજે ભાજપના સાસંદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ગુરુ એવી માતાને ગુમાવતા સિંધિયા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ધોરણ 11માં એડમિશન મળશે કે નહીં? વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર!

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત