અમદાવાદઃ રાજ્યમાં મુસીબતોના માવઠાનું સપ્તાહ શરૂ થઈ ગયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં માવઠું પડવાની શક્યતા છે.
આ ઉપરાંત અરવલ્લી, દમણ,દાદરાનગર હવેલી, અમરેલી, ગીરસોમનાથ, દીવ, મહીસાગરમાં વરસાદ પડશે તેવી આગાહી છે. આ ઉપરાંત નર્મજા જિલ્લાના ડેડિયાવાડાના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાનની આગાહી મુજબ નર્મદામાં વરસાદ પડ્યો હતો. સરીબાર, કોકમ અને મોહબી જેવા ગામોમાં વરસાદ પડ્યો હતો. આના પછી અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
તેના પછી ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલ્ટો વ્યો હતો. સાપુતારા, શામગહાન સહિતના સપાસના વિસ્તારોમાં બરફના કરા સાથે વરસાદ પડ્યો હતો. બરફના કરા સાથે વરસતા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. પાક નિષ્ફળ થવાના લીધે ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળ ઘેરાયા છે. જો કે સાપુતારા ખાતે ફરવા આવનારા પ્રવાસીઓ વાતાવરણમાં પલ્ટાથી ખુશ છે.
આ સિવાય નર્મદા, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી
આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું
આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત
