Mehsana News: મહેસાણા જિલ્લાના હિંગળાજપુરા વિસ્તારમાં ONGCની પાઇપલાઇનમાં લીકેજ થતાં આસપાસના ખેતરોમાં ક્રૂડ ઓઇલ ફેલાઈ (ONGC Oil Leak) ગયું હોવાની ઘટના સામે આવી છે. ખેતીલાયક જમીનમાં ઓઇલ ફરી વળતાં ખેડૂતોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.
ONGC Oil Leak: ખેતરોમાં ઓઇલ ફરી વળતાં નુકસાન
પાઇપલાઇનમાંથી લીક થયેલું ક્રૂડ ઓઇલ (Crude Oil Leak) ખેતરો સુધી પહોંચી જતાં જમીન (Hinglajpura Oil Leak) ઓઇલમય બની ગઈ છે. ખેતી માટે ઉપયોગમાં લેવાતી જમીન પર ઓઇલ ફેલાતા પાકને નુકસાન થવાની સાથે જમીનની ગુણવત્તા પર પણ અસર થવાની ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

ખેડૂતોનો બેદરકારીનો આક્ષેપ
સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે પાઇપલાઇનની યોગ્ય જાળવણી અને સમયસર દેખરેખના અભાવે લીકેજની સમસ્યા સર્જાઈ છે. ઘટનાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
તાત્કાલિક સમારકામની માંગ
ખેડૂતોએ લીક થયેલી પાઇપલાઇનનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે. સાથે જ ઓઇલથી અસરગ્રસ્ત ખેતરોનું યોગ્ય સર્વેક્ષણ કરી પાક અને જમીનને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.પીડિત ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં ઓઇલ ફેલાવાને કારણે ખેતીને નુકસાન થયું છે, તેથી જવાબદાર તંત્ર દ્વારા નુકસાનનું નિષ્પક્ષ આકલન કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી ખેડૂતોની માંગ છે.
આ પણ વાંચો: Gandhinagarમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજથી ટાઈફોઈડના કેસોમાં વધારો, સરકાર સક્રિય બની
આ પણ વાંચો: હારીજમાં જુગારધામ પર SMC ત્રાટક્યું: અમદાવાદ-બેચરાજીથી આવેલા જુગારીઓ સહિત 28 ઝડપાયા
આ પણ વાંચો: સતલાસણાના વાવ ગામે સ્મશાનના રસ્તા મુદ્દે રેલી, મામલતદારને આવેદનપત્ર
