Gujarat Weather: હવામાન વિભાગે વરસાદની નવી આગાહી કરી છે. આગામી સાત દિવસ વરસાદની શક્યતા ભરપૂર રહેલી છે. સૌરાષ્ટ-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. અંદામાન નિકોબાર, દક્ષિણ પશ્ચિં બંગાળમાં ચોમાસું બેસી ગયું છે. આ વખતે ગુજરાતમાં 15 દિવસ વહેલા ચોમાસું બેસશે. નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દાદરા નગર હવેલી અને ડાંગ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ (Monsoon) વહેલું આવી શકે છે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યના કેટલાક ભાગોમાં 15 જૂન પહેલાં તેની શરૂઆત થવાની આગાહી કરી છે. જ્યારે ઘણા વિસ્તારોમાં પહેલાથી જ ચોમાસા પહેલાના વરસાદ (Rain)નો અનુભવ થઈ ચૂક્યો છે, ત્યારે ગઈકાલે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આ સાયક્લોનિક પેટર્ન (Cyclonic pattern) 23 મે સુધી ચાલુ રહેવાની સંભાવના છે.
અમદાવાદ (Ahmedabad Weather)માં મહત્તમ તાપમાન 38.8°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.2 ડિગ્રી ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 29°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં લગભગ 1.5 ડિગ્રી વધારે હતું. ભેજનું પ્રમાણ મધ્યમ હતું, સવારે 65 ટકા અને સાંજ સુધીમાં ઘટીને 42 ટકા થઈ ગયું હતું.

દક્ષિણ ગુજરાત (South Gujarat) ઉપર સમુદ્ર સપાટીથી લગભગ 5.8 કિમી ઉપર ઉપરી હવા ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic pattern)ને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર કોંકણ કિનારાની નજીક, પૂર્વ-મધ્ય અને નજીકના ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર બીજી એક સિસ્ટમ પણ સક્રિય છે, જેના કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો (Scattered places)એ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં શહેરમાં 23 મે પછી પણ હવામાનની એકંદર પેટર્ન યથાવત રહેવાની ધારણા છે અને આગામી બે દિવસમાં તાપમાનમાં કે વરસાદમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. 18 અને 19 મે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાહોદ, અમેરલી, ભાવનગરમાં સામાન્ય વરસાદ પડશે. આવતીકાલે ગીર સોમનાથ જીલ્લામાં છુટોછવાયો વરસાદ (Scattered rain) વરસશે. બાદમાં 20 અને 21 મેનાં રોજ નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાહોદમાં વરસાદી ઝાપટાં પડશે.
આ પણ વાંચો:ગુજરાતમાં ફરી આવશે માવઠું, પ્રી-મોન્સૂનની અસર જોવા મળશે
આ પણ વાંચો:ગુજરાતમાં ખરાબ હવામાનથી 21 લોકોનાં મોત! IMD એ આપ્યું યલો એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાક ભારે! ગાજવીજ અને પવન સાથે પડશે માવઠું
