Ahmedabad News/ અમદાવાદમાં જીન્સ બનાવતી કંપનીમાંં શ્રમિકોના મોત થતાં 2ની ધરપકડ

કેમિકલ ટાંકીમાં સોલિડ વેસ્ટ પણ ભરેલું હતું. ગેસ ગળતર થતા શ્રમિક ટાંકીમાં પડ્યો હતો,

Top Stories Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદનાં દાણીલીમડા (Danilimda)માં જીન્સ બનાવતી કંપનીમાંં ટાંકીમાં ઉતરેલા 3 યુવકના મોત (Death) થતાં પરિવારમાં શોક ફેલાયો છે. પરિવારજનો યુવકોનાં મૃતદેહ આખી રાત ટાંકીમાં રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે. ત્યારે શ્રમિકોનાં મોત મામલે 2 લોકો ફેક્ટરી માલિક અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં દાણીલીમડા વિસ્તારમાં ખોડિયારનગરની જીન્સ બનાવતી કંપનીમાં જીન્સનું કાપડ ધોવા ઉતરેલા યુવકોનાં મોત થયાનું સામે આવ્યું છે. સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર, પ્રકાશ પરમારના મૃતદેહો રાતભર પાણીની ટાંકીમાં રહ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં યુવકોના પરિજનો દોડી આવ્યા હતા. ત્યારે શ્રમિક મોત મામલે ફેક્ટરી માલિક અને કોન્ટ્રાક્ટની ધરપકડ કરી છે. નૌશાદ શેખ અને જીગ્નેશ પુરબિયાની ધરપકડ કરવામાં આવી છે.

ગઈકાલે એમ.કે. ક્રિએશન કંપનીમાં મોતની ઘટના બની હતી. ટાંકીમાંથી કેમિકલ બહાર કાઢતા શ્રમિક બેભાન થયો હતો. કેમિકલ ટાંકીમાં સોલિડ વેસ્ટ પણ ભરેલું હતું. ગેસ ગળતર થતા શ્રમિક ટાંકીમાં પડ્યો હતો, શ્રમિકને બચાવવા અન્ય બે શ્રમિકો ટાંકીમાં ઉતાર્યા હતા. ત્રણેય શ્રમિકોને ગેસની અસર થવાથી મોત નિપજ્યા હતા. ત્રણેય શ્રમિકોનું ગૂંગળાઈને મોત થયું હોવાની માહિતી સામે આવી છે. FSL રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. ટાંકી સફાઈ માટે સુરક્ષા નિયમ પાળવામાં આવ્યા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢમાં ગેસ ગળતરથી સાળા-બનેવીનાં મોત મામલે પોલીસે કરી કાર્યવાહી

આ પણ વાંચો:અરવલ્લીનાં ધનસુરા નજીક ગેસ ગળતરથી લોકોના શ્વાસ અદ્ધર

આ પણ વાંચો:ભરૂચમાં ગેસ ગળતરથી ચારના મોત : GFL કંપનીના પ્લાન્ટમાં બની દુર્ઘટના