Junagadh News: જૂનાગઢ (Junagadh)માં રાત્રે ગેસ ગળતર (Gas Leakage)થી સાળા બનેવીના મૃત્યુ (Death) થતાં ભેંસાણનાં રાણપુર ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. મકાન માલિકને ઝેરી ગેસની અસર થતાં હોસ્પિટલ દાખલ કરાયા હતા. સમગ્ર મામલે પોલીસે મકાન માલિક સામે ફરિયાદ નોંધી છે.
જૂનાગઢ (Junagadh)માં ગેસ ગળતરથી સાળા બનેવીના મોતથી રાણપુર ગામમાં ભયનો માફોલ ફેલાયો હતો. ભેંસાણમાં સેફ્ટી ટેંક સાફ કરતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. ગત રાત્રે ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મકાન માલિકને પણ ઝેરી ગેસની અસર થઈ હતી. મકાન માલિકને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અંતિમવિધિ માટે મૃતદેહોને વતન મોકલાયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. મૃતક દિલીપ ચૌહાણનાં પત્નીની ફરિયાદનાં આધારે મકાન માલિક સામે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં જણાવ્યું છે કે સુરક્ષાનાં સાધનો આપ્યા વિના સેફ્ટી ટેન્કની સફાઈ કરવા ગયેલા દિલીપ ચૌહાણ અને દિલીપ વાઘેલાના મોત નિપજ્યાં હતા.
આ પહેલા અરવલ્લી (Aravalli)માં ધનસુરા (Dhansura) નજીક એક કોલ્ડ સ્ટોરેજ (Cold storage)માં મોડી રાત્રે એમોનિયા ગેસ લીકેજ (Gas Leak) (ગેસ ગળતર) થવાથી નાસભાગ મચી ગઈ હતી. જેમાં શ્રી રાધે, ફાયર બ્રિગેડ (Fire Brigade)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સતત ગેસ લીકેજ (Gas Leakage)ને કારણે નજીકના ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.
ભરૂચ (Bharuch)ના દહેજમાં ગેસ ગળતર (Gas Leak)ની દુર્ઘટનામાં ચાર કામદારોના મોત નીપજતા શોકનું મોજુ ફરી વળ્યું હતું. જેમાં દહેજની GFL કંપનીમાં ગેસ ગળતર થતાં ચાર કામદારોના મોત થયાં છે. કંપનીના CMS પ્લાન્ટમાં ઘટના બની હતી. પાલનપુરના માલણ દરવાજા પાસેના વિસ્તારમાં ગેસ ગળતરના કારણે લોકોને ઉલ્ટી થવા લાગી હતી. તીવ્ર દુર્ગંધના કારણે લોકોની તબિયત લથડવા લાગી હતી અને લોકોને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:અરવલ્લીનાં ધનસુરા નજીક ગેસ ગળતરથી લોકોના શ્વાસ અદ્ધર
આ પણ વાંચો:ભરૂચમાં ગેસ ગળતરથી ચારના મોત : GFL કંપનીના પ્લાન્ટમાં બની દુર્ઘટના
