- અમદાવાદમાં ડબલ મર્ડરનો સનસનીખેજ કિસ્સો
- સોલા વિસ્તારમાં વૃદ્ધ દંપત્તિની કરાઇ હત્યા
- ગળાનાં ભાગે તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી હત્યા
- ચોરી કે લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાની આશંકા
- પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ
છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં ગુનાનું પ્રમાણ સતત વધ્યુ છે. વધુ એક કિસ્સો અમદાવાદનાં સોલા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યા ડબલ મર્ડરનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવતા અરેરાટી મચી છે.
Political: સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપની પાર્લામેન્ટરી બેઠક, છ મનપાના પદાધિકારીઓના નામ થશે નિર્ધારિત
અમદાવાદમાં સતત ક્રાઇમ વધી રહ્યો છે. જણાવી દઇએ કે, અમદાવાદનાં સોલા વિસ્તારમાં વૃદ્ધ દંપત્તિની હત્યા કરાઇ છે. પ્રાથમિક માહિતી અનુસાર, તેમના ગળાનાં ભાગમાં તીક્ષ્ણ હથિયારનાં ઘાં મારીને તેમની હત્યા કરવામાં આવી છે. સુત્રોનું કહેવુ છે કે, આ હત્યા પાછળનું કારણ ચોરી કે પછી લૂટ હોઇ શકે છે. આ ઘટના સવારે 8 થી 9 વચ્ચે બન્યો હોવાની આશંકા છે. ત્યારે હવે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય્ ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
