Junagadh News/ જુનાગઢમાં ભાજપના જિલ્લા પંચાયત સદસ્યની દાદાગીરી, ભેસાણ તાલુકા પંચાયતના ઇજનેરને જાહેરમાં માર્યો માર  

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં BJPના જિલ્લા પંચાયત સદસ્ય કુમાર બસિયાએ તાલુકા પંચાયત કચેરીમાં ઇજનેર વિશાલ પોકર પર હુમલો કર્યો.

Top Stories Gujarat Breaking News
BJP

Junagadh News:જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં BJPના જિલ્લા પંચાયત સદસ્ય કુમાર બસિયાની દાદાગીરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ફોન પર વાતચીત દરમિયાન ઇજનેરને ઓળખ ન આપવાના કારણે ગુસ્સે ભરાયેલા કુમાર બસિયાએ તાલુકા પંચાયત કચેરીની લોબીમાં જ ઇજનેર વિશાલ પોકર પર હુમલો કરી ઢોર માર માર્યો હતો. આ ઘટનાએ જિલ્લામાં સત્તાના મદમાં થતા હુમલાના મુદ્દે ચકચાર મચાવી છે.

BJP સદસ્ત કુમાર બસિયા અને બે અજાણ્યાએ હુમલો કર્યો

આ ઘટના ભેસાણ તાલુકા પંચાયત કચેરીમાં બની હતી. મળતી માહિતી અનુસાર, BJPના જિલ્લા પંચાયત સદસ્ય કુમાર બસિયા અને તેમની સાથે બે અજાણ્યા વ્યક્તિઓ કચેરીમાં આવ્યા હતા. ત્યાં ફરજ બજાવતા ઇજનેર વિશાલ પોકરને જોઈને બસિયાએ ગુસ્સામાં આવીને હુમલો કર્યો.બે વ્યક્તિઓએ ઇજનેરને પકડી રાખ્યો હતો અને કુમાર બસિયાએ (Kumar Basia) તેમને માર માર્યો હતો. આ દરમિયાન બસિયાએ ઇજનેરને “હવે પછી દેખાતો નહીં, નહિતર મારી નાખીશ” જેવી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

BJP

આ હુમલાથી ઇજનેરની ફરજમાં અવરોધ પડ્યો હતો અને કચેરીમાં હાજર તાલુકા વિકાસ અધિકારી (TDO) તેમજ અન્ય સ્ટાફે દોડી આવીને ઇજનેરને છોડાવ્યા હતા. આખી ઘટના તાલુકા પંચાયત કચેરીની લોબીમાં જ બની હોવાથી તેની ગંભીરતા વધુ વધી ગઈ છે.ઇજનેર વિશાલ પોકરે આ મામલે તાત્કાલિક ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જુનાગઢમાં વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી બે યુવકે શરીરસંબંધ બાંધ્યા, એકની ધરપકડ

આ પણ વાંચો:જુનાગઢ: ફટાકડાના ગેરકાયદે વેચાણ પર પોલીસ ત્રાટકી

આ પણ વાંચો:જુનાગઢ ભવનાથમાં ગેરકાયદેસર રાઇડ્સ મામલે તંત્રનો મોટો નિર્ણય લેવાયો