National News : RCB ના સ્ટાર બોલર યશ દયાલ મોટી મુશ્કેલીમાં હોય તેવું લાગે છે. બહાર આવી રહેલા સમાચાર મુજબ, ઉત્તર પ્રદેશમાં એક મહિલાએ તેમની વિરુદ્ધ FIR નોંધાવી છે. ઉત્તર પ્રદેશની એક મહિલાએ તેમના પર શારીરિક અને માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. તેની સત્તાવાર ફરિયાદ સીએમ યોગીના કાર્યાલય સુધી પહોંચી ગઈ છે કારણ કે મહિલા આ સમગ્ર મામલામાં ઉચ્ચ અધિકારી પાસેથી તપાસની માંગ કરી રહી છે.
પીડિતાનું નામ ઉજ્જવલા સિંહ છે જે છેલ્લા 5 વર્ષથી યશ દયાલ સાથે સંબંધમાં હતી. FIRમાં જણાવાયું છે કે યશ દયાલ તેને શારીરિક, માનસિક અને આર્થિક રીતે હેરાન કરતો હતો. ઉપરાંત, જ્યારે તેને આ વાતની ખબર પડી ત્યારે તેણે તેને માર પણ માર્યો હતો. પીડિતાએ FIRમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે યશ દયાલના તેના સિવાય બીજી ઘણી છોકરીઓ સાથે સંબંધો હતા.એફઆઈઆરમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ૧૪ જુલાઈ ૨૦૨૫ ના રોજ પીડિતાએ મહિલા હેલ્પલાઈન ૧૮૧ પર ફોન કરીને ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ સ્ટેશનમાંથી પ્રક્રિયા આગળ વધી શકી ન હતી.
આ પછી, હવે પીડિત મહિલા સીધી મુખ્યમંત્રી કાર્યાલયમાં ન્યાય માટે અરજી કરી રહી છે. પીડિતા દાવો કરી રહી છે કે તેની પાસે આ બધા આરોપોને સાબિત કરવા માટે સંપૂર્ણ પુરાવા છે. તેની પાસે આ કેસ સંબંધિત ચેટ્સ, સ્ક્રીનશોટ અને વીડિયો કોલ રેકોર્ડિંગ છે. હાલમાં, તે આ કેસમાં આરોપી યશ દયાલને વહેલી તકે સજા અપાવવાની વાત કરી રહી છે.
IPL 2025 માં, RCB ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ટાઇટલ જીત્યું. યશ દયાલ પણ આ ટીમનો એક મહત્વપૂર્ણ ભાગ હતો અને તેણે પોતાની બોલિંગથી RCB ની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે પંજાબ સામે રમાયેલી ફાઇનલ મેચમાં પણ એક વિકેટ લીધી હતી. દયાલે આ સિઝનમાં ટીમ માટે રમાયેલી 15 મેચમાં 13 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: શું ટીમ ઈન્ડિયા આજે ફરી કરશે બાઉન્સ બેક? બુમરાહ પર મોટી જવાબદારી છે, સિરાજ-કૃષ્ણને પણ સાથે રમવું પડશે
આ પણ વાંચો: ડ્રેસિંગ રૂમમાં ઋષભ પંત સામે કેએલ રાહુલે જોડ્યા હાથ,BCCIનો આ વીડિયો ખૂબ વાયરલ થયો
