Junagadh News/ જુનાગઢ ભવનાથમાં ગેરકાયદેસર રાઇડ્સ મામલે તંત્રનો મોટો નિર્ણય લેવાયો

જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવાસીયા દ્વારા તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર ચાલતી રાઈડસ બંધ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા.

Gujarat Trending

Junagadh News:જુનાગઢના(Junagadh)ભવનાથ વિસ્તારમાં જિલ્લા પંચાયત સામે આવેલા ગ્રાઉન્ડમાં આજથી એકપણ રાઈડ્સ ચાલશે નહીં.રવિવાર ની મોડીરાત્રે જમ્પિંગ જોકરમાં હવા નીકળી જતા બાળકો ફસાઈ જવાની ઘટના બન્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. અને જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવાસીયા દ્વારા તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર ચાલતી રાઈડસ બંધ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા.હવેથી આ ગ્રાઉન્ડમાં રાઈડ્સ મુદ્દે પોલીસ તંત્ર તેમજ ભવનાથનું તંત્ર બાજ નજર રાખશે રાઇડસ ના ગેરકાયદે વીજ જોડાણ મુદ્દે પીજીવીસીએલને તપાસનો પણ આદેશ કરવામાં આવ્યો હોવાનું ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે ભવનાથ ગ્રાઉન્ડમાં દરરોજ રાત્રે 25થી 30 જેટલી અલગ અલગ રાઈડ્સ ચાલતી હોય છે કોઈપણ પ્રકારની મોટી દુર્ઘટના બનતા અટકતાં તંત્ર હવે સજ્જ થયું છે અને જાણે ઘોડા છૂટી ગયા પછી તબેલા ને તાળા જેવો ઘાટ સર્જાયો છે ત્યારે આ દુર્ઘટનાને લઈ આગામી દિવસોમાં તંત્ર વધારે કઈ રીતની કડક કાર્યવાહી કરે છે તે જોવું રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં બે ડમી સ્કૂલ ઓળખી કાઢવામાં આવી

આ પણ વાંચો:મહીસાગરમાં લાઉડસ્પીકર વગાડી સુપ્રીમ કોર્ટના આદેશ ભંગ કરવા બદલ પોલીસનું એકશન

આ પણ વાંચો:મહીસાગર જિલ્લાના અનેક ગામોમાં ‘નલ સે જલ’ ફક્ત કાગળ પર: કોંગ્રેસ