Not Set/ ઈન્કમટેક્સ બ્રિજની ખુલી પોલ, ગાંધીજીની પ્રતિમા પર પડી રહ્યો છે ધોધ

અમદાવાદ, અમદાવાદના ઈન્કમટેક્સ બ્રિજની બેદરકારી સામે આવી છે. જેમાં બ્રિજ નીચે આવેલ ગાંધીજીની પ્રતિમા પર બ્રિજ પરથી પડી પાણીનો ધોધ ગાંધીજીની પ્રતિમા પર પડી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે 15 દિવસ પહેલા જ આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને વરસાદ પડતા તંત્રની બેદરકારી સામે આવી છે. આપને જણાવી દઈએ કે 60 […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદના ઈન્કમટેક્સ બ્રિજની બેદરકારી સામે આવી છે. જેમાં બ્રિજ નીચે આવેલ ગાંધીજીની પ્રતિમા પર બ્રિજ પરથી પડી પાણીનો ધોધ ગાંધીજીની પ્રતિમા પર પડી રહ્યો છે.

ખાસ વાત તો એ છે કે 15 દિવસ પહેલા જ આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને વરસાદ પડતા તંત્રની બેદરકારી સામે આવી છે.

આપને જણાવી દઈએ કે 60 કરોડના ખર્ચે બનેલા ઈન્કમટેક્સ ઓવરબ્રિજનું 3 જુલાઈએ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

સોમવારે સાંજે પડેલા વરસાદ પછી આ બ્રિજની બનાવટની ખામી સામે આવી હતી.બે બ્રિજ વચ્ચેની ફાટમાંથી પાણીની સીધું ગાંધીજીની પ્રતિમાના માથા પર પડે છે. જેના કારણે ગાંધીજીની ગરિમાને ઝાંખપ લાગે છે.

 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.