Ahmedabad News/ અમદાવાદમાં મેફેડ્રોન કેસમાં આરોપીને 15 વર્ષની સખત કેદ

તપાસ દરમિયાન તેના પાસેથી 0.391 કિલોગ્રામ મેફેડ્રોન (Mephedrone) જપ્ત કરવામાં આવ્યું હતું

Gujarat Ahmedabad
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અમદાવાદ ઝોનલ યુનિટે ડ્રગ્સ તસ્કરી સામે કડક કાર્યવાહી કરતા મેફેડ્રોન (Mephedrone) કેસમાં એક આરોપીને દોષિત ઠેરવી મોટી સફળતા મેળવી છે

Ahmedabad News : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અમદાવાદ ઝોનલ યુનિટે ડ્રગ્સ તસ્કરી સામે કડક કાર્યવાહી કરતા મેફેડ્રોન (Mephedrone) કેસમાં એક આરોપી(Accused)ને દોષિત ઠેરવી મોટી સફળતા મેળવી છે. આ કેસમાં આરોપી સજિદ મિયાં મલેકને અદાલતે 15 વર્ષની કઠોર કેદ (RI) અને ₹2 લાખનો દંડ ફટકાર્યો છે.

આરોપી પાસેથી 0.391 કિલોગ્રામ મેફેડ્રોન (Mephedrone) જપ્ત કરવામાં આવ્યું હતું

માહિતી મુજબ, 21 જુલાઈ 2022ના રોજ ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે NCBની ટીમે અમદાવાદ-વડોદરા હાઈવે પર CTM ટોલ પ્લાઝા નજીક બસ નં. MH-04-KF-0444માં મુસાફરી કરી રહેલા સજિદ મિયાં મલેક (રહે. વેજલપુર, અમદાવાદ)ને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેના પાસેથી 0.391 કિલોગ્રામ મેફેડ્રોન (Mephedrone) જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપીની તે જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી.

તપાસ પૂર્ણ થયા બાદ 12 જાન્યુઆરી 2023ના રોજ ભદ્રા સ્થિત સ્પેશિયલ NDPS કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 20 એપ્રિલ 2026ના રોજ અદાલતે આરોપીને દોષિત ઠેરવી 15 વર્ષની સજા અને દંડ ફરમાવ્યો.

આ નિર્ણય દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ડ્રગ્સ તસ્કરી સહન કરવામાં આવશે નહીં. NCB અમદાવાદ યુનિટે નાની માત્રામાં પણ ડ્રગ્સ સામે ‘ઝીરો ટોલરન્સ’ દાખવી કડક કાર્યવાહી કરી છે.

તાજેતરમાં NCBએ મેફેડ્રોન બનાવવામાં ઉપયોગી 2-બ્રોમો-4-મેથાઇલપ્રોપિયોફેનોનને NDPS કાયદા હેઠળ નિયંત્રિત પદાર્થ તરીકે જાહેર કર્યો છે, જેથી ડ્રગ્સ કાર્ટેલ્સ પર નિયંત્રણ મેળવી શકાય.

NCBએ નાગરિકોને પણ અપીલ કરી છે કે ડ્રગ્સના વેચાણ, પરિવહન અથવા સોદાબાજી અંગે કોઈ માહિતી હોય તો MANAS નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઇન (ટોલ ફ્રી નંબર 1933) પર જાણ કરવી. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.


આ પણ વાંચો : સુરત બ્લુ ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો, લંડનમાં બેઠેલા માસ્ટરમાઇન્ડ જનક જાગાણી સામે લુકઆઉટ નોટિસની તૈયારી

આ પણ વાંચો : 40 કરોડના ડ્રગ્સ કેસ માં ગુજરાત કનેક્શનની તપાસ

આ પણ વાંચો : અંદાજે દોઢ કરોડના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલી નાઈજીરીયન મહિલાના 7 દિવસના રિમાન્ડ મંજુર