ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પાલનપુર વિધાનસભા બેઠક ખૂબ મહત્વની છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ આ સીટ જીતી હતી. જો કે આ વખતે બંને પક્ષો વચ્ચે ગાઢ મુકાબલો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. એવું પણ બની શકે છે કે આમ આદમી પાર્ટી પણ આ સીટ પરથી દાવો કરી શકે છે કારણ કે પાર્ટી ગુજરાતમાં પોતાનો બેઝ વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા બેઠક અને 14 તાલુકાનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર અને રાજસ્થાનની સરહદને અડીને આવેલો અંતરીયાળ જિલ્લો છે. બનાસકાંઠાનો લોકસભા મત વિસ્તાર રાજ્યમાં સૌથી મોટો વિસ્તાર છે. ભૌગિલક દ્રષ્ટિએ બનાસકાંઠા પર્વતીયાળ અને રણપ્રદેશ ધરાવતો વિસ્તાર છે.
બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાં દાંતા, પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ, થરાદ અને દિયોદર એમ સાત વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં થરાદ અને ડીસાની બે બેઠક ઉપર ભાજપના ધારાસભ્ય છે. બાકીની પાંચ દાંતા, પાલનપુર, વાવ, દિયોદર અને ધાનેરા બેઠક પર કોંગ્રેસનો કબજો છે.
2017ની વિધાનસભા ચૂંટણીનું પરિણામ
પટેલ મહેશ કુમાર અમૃતલાલે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં પાલનપુર વિધાનસભા બેઠક પર 17 હજારથી વધુ મતોથી જીત મેળવી હતી. તેમણે ભાજપના ઉમેદવાર પ્રજાપતિ લાલજીભાઈ કાનજીભાઈને હરાવ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 52.10 ટકા વોટ મળ્યા હતા જ્યારે ભાજપને માત્ર 42.08 ટકા વોટ મળ્યા હતા. આ સીટ પર પણ NOTA ત્રીજા નંબરે હતું, જેના પર કુલ 3659 લોકોએ બટન દબાવ્યું હતું એટલે કે 2.08 ટકા મતદારોએ NOTA પર વોટ કર્યો હતો. આ બેઠક પરથી કુલ 18 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જેમાંથી મોટા ભાગના ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી હતી. એક ઉમેદવારને 100થી ઓછા મત મળ્યા હતા.
કોંગ્રેસ સતત 2 વખત જીતી છે
ગુજરાતની પાલનપુર વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં 2017માં કોંગ્રેસે ભાજપને 17593 મતોથી હરાવ્યું હતું. 2012માં કોંગ્રેસે ભાજપને 5284 વોટથી હરાવ્યું હતું. 2007માં ભાજપનો વિજય થયો હતો. અગાઉ 1980 થી 2002 સુધી આ બેઠક પર ભાજપનો કબજો હતો. સ્થાનિક રાજકીય નિષ્ણાતોના મતે આ વખતે ભારતીય જનતા પાર્ટી કોઈપણ સંજોગોમાં આ બેઠક જીતવાનો પ્રયાસ કરશે કારણ કે આ બેઠક એક સમયે ભાજપનો ગઢ હતી.
કેવું છે પાલનપુરનું જ્ઞાતિ સમીકરણ
2011ની વસ્તી ગણતરી મુજબ, બનાસકાંઠા જિલ્લાની પાલનપુર વિધાનસભા બેઠક પર અનુસૂચિત જાતિની મત ટકાવારી 10.34 એટલે કે લગભગ 26916 મત છે. તે જ સમયે, અનુસૂચિત જનજાતિની મત ટકાવારી 3.61 છે અને તે લગભગ 10 મત છે. મુસ્લિમ મતદારોની સંખ્યા પણ લગભગ 10 હજાર છે, તેમના મત 4.2 ટકા છે. ગ્રામીણ મતદારોની સંખ્યા 1.5 લાખથી વધુ છે જ્યારે શહેરી મતદારોની સંખ્યા પણ 1.2 લાખની આસપાસ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર 70.11 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં 61.49 ટકા મતદાન નોંધાયું હતું.
આ પણ વાંચો:પીએમ મોદીએ ભુજમાં સ્મૃતિવનનું કર્યું ઉદ્ઘાટન, જાણો ક્યા 13 હજાર લોકોની યાદમાં બન્યું આ સ્મારક
આ પણ વાંચો: મેચ પહેલા રોહિત શર્માએ બાબર આઝમને કહ્યું ‘ભાઇ લગ્ન કરી લે,શરમાતા પાકિસ્તાન કેપ્ટને આપ્યો આ જબાબ…..
આ પણ વાંચો:આજે કોંગ્રેસની CWC ની બેઠક, પાર્ટીના નવા અધ્યક્ષ મળવાની તારીખ પર થશે વિચારમંથન
