Surat News: સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ માટે ચીનથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. લેબગ્રોન ડાયમંડના રફ હીરાનો સપ્લાય કરતી ચીનની બે મોટી કંપનીઓએ ભાવ વધારવાની જાહેરાત (Lab Grown Diamond Price) કરી છે. લિઆન ડાયમંડ અને ઝોંગનાન ડાયમંડના આ નિર્ણયથી સુરતના હીરા ઉદ્યોગકારોની પડતર કિંમત વધવાની શક્યતા છે. તેની અસર આગામી સમયમાં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવ પર પણ પડી શકે છે.
Lab Grown Diamond Price: ચીનની બે કંપનીઓએ કર્યા ભાવમાં વધારો
સુરત નેચરલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડના કટિંગ અને પોલિશિંગનું પણ મોટું કેન્દ્ર છે. અહીંના ઉદ્યોગકારો લેબગ્રોન રફ હીરા માટે ચીનની કંપનીઓ (China Diamond Companies) પર પણ નિર્ભર છે. ચીનની લિઆન ડાયમંડ (હેનાન) અને ઝોંગનાન ડાયમંડ કંપનીએ રફ હીરાના ભાવ વધારવાની જાહેરાત કરી છે.
લિઆન ડાયમંડે 1 નવેમ્બર, 2026થી રફ લેબગ્રોન ડાયમંડના વર્તમાન ભાવમાં 10 ટકાનો વધારો (Diamond Price Hike) કર્યો છે. જ્યારે ઝોંગનાન ડાયમંડે કોઈ ચોક્કસ ટકાવારી જાહેર કર્યા વિના મૂળ ભાવના આધારે યોગ્ય પ્રમાણમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
ઉત્પાદન ખર્ચ વધતાં કંપનીઓનો નિર્ણય
બંને કંપનીઓએ રો-મટિરિયલ્સ અને કાચા માલના ભાવમાં વધારાને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો હોવાનું ભાવવધારા પાછળનું કારણ જણાવ્યું છે. આ નિર્ણયથી સુરતના હીરા વેપારીઓ માટે રફ હીરાની ખરીદી મોંઘી બનશે.
પોલિશ્ડ હીરાના ભાવ પર પણ પડી શકે અસર
સુરતના ઉદ્યોગકારોના મતે, રફ હીરાના ભાવમાં વધારાને કારણે લેબગ્રોન ડાયમંડ (Lab Grown Diamond Market)ની પડતર કિંમત વધશે. આ ઉપરાંત આગામી સમયમાં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. ચીનની બંને કંપનીઓના નિર્ણયથી સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ પર ખર્ચનું દબાણ વધવાની શક્યતા છે.
આ પણ વાંચો: ભાવનગર ડાયમંડ ઈન્ડસ્ટ્રી મંદી: 800 ઓફિસો બંધ, 1 લાખ રત્નકલાકારો બીજા ધંધામાં ડાયવર્ટ
આ પણ વાંચો: ભાવનગર : પાલીતાણામાં હીરાના વેપારીનો ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ
આ પણ વાંચો: રેપાપોર્ટે હીરાના ભાવમાં કર્યો ઘટાડો, સુરતના હીરા ઉદ્યોગકારોમાં ભારે નિરાશા
