Surat News: સુરતને હીરા ઉદ્યોગની નગરી કહેવામાં આવે છે. રેપાપોર્ટે (Repaport) હીરાના ભાવમાં 5 ટકાનો ઘટાડો કરતા હીરા ઉદ્યોગકારો ચિંતામાં મૂકાયા છે. વૈશ્વિક સ્તરે હીરાની કિંમતો અપડેટ કરતું રેપાપાર્ટની વેબસાઈટ પર હીરાના ભાવમાં ઘટાડો થતાં વેપારીઓમાં અસંતોષ જાગ્યો છે.
ડાયમંડ સિટીમાં હીરા ઉદ્યોગ (Diamond Business) મોટા પાયે ફેલાયો છે, કેટલાય કામદારોથી લઈ મોટા ઉદ્યોગપતિઓને હીરાના ભાવમાં ઘટાડા કે વધારાની અસર જોવા મળતી હોય છે. ત્યારે શુક્રવારે રેપાપાર્ટે હીરાના ભાવમાં 5 ટકાનો ઘટાડો કર્યો છે. જેથી સુરતના હીરા ઉદ્યોગકારોમાં ભારે નિરાશા સાથે ચિંતા વ્યાપી ગઈ છે. હીરાનો કારોબાર ન હોવા છતાં રેપાપોર્ટ ભાવ નક્કી કરે છે.

તેથી હવે રેપાપોર્ટ સામે અસંતોષનો સૂર ઉઠવા માંડયો છે. દર શુક્રવારે તૈયાર હીરાના ભાવો રેપાપોર્ટ જાહેર કરે છે. રેપાપોર્ટે જાહેર કરેલ ભાવ દુનિયાભરમાં સ્વીકૃત ગણાય છે. જેમાં રેન્જ, કેટેગરી, પ્યોરિટી, કલર, સાઈઝ વગેરે પ્રમાણે ભાવ નક્કી કરે છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ભાવમાં સરેરાશ 5 ટકાનો ઘટાડો નોંધાયો છે. પડતર કિંમત કરતા પણ તૈયાર હીરાનાં નવા ભાવો નીચલા સ્તરે જોવા મળતાં હીરા ઉદ્યોગમાં મંદીના એંધાણ વર્તાઈ રહ્યાં છે.
આ પણ વાંચો:સુરત હીરા ઉદ્યોગમાં મંદી, મંદીના કારણે રત્ન કલાકાર વાહન ચોરીના રવાડે ચડ્યો
આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે કરાઈ ઠગાઈ
આ પણ વાંચો:હીરા ઉદ્યોગમાં મંદીની અસરને પગલે રત્નકલાકારો અને સંસ્થાઓએ તંત્રને સહાયની કરી રજૂઆત
