Surat/ સુરત : હીરા ઉદ્યોગમાં મંદીની અસરને પગલે રત્નકલાકારો અને સંસ્થાઓએ તંત્રને સહાયની કરી રજૂઆત

સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના પગલે રત્નકલાકારોને મદદ કરવા સંસ્થાઓ આગળ આવી છે. સંસ્થાઓ અને રત્નકલાકારોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી કે ભૂતકાળમાં જે રીતે રાહત પેકેજ આપવામાં આવ્યું હતું તે પ્રકારની મદદ કરવામાં આવે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2024 02 07T114712.244 સુરત : હીરા ઉદ્યોગમાં મંદીની અસરને પગલે રત્નકલાકારો અને સંસ્થાઓએ તંત્રને સહાયની કરી રજૂઆત

@ દિવ્યેશ પરમાર

સુરત માં હીરા ઉદ્યોગ માં મંદીની અસર છેલ્લા ઘણા સમય થી જોવા મળી રહી છે. તેવામાં રત્નકલાકારો ના હિતમાં સુરતની ત્રણ સંસ્થાએ શ્રમ અને રોજગાર મંત્રીને મળી રજુઆત કરી હતી. જેમાં રત્નકલાકારોને સરકાર તરફથી યોજનાનો લાભ મળે તેવી રજુઆત મંત્રી ને કરાઈ હતી. મંત્રી દ્વારા પણ તાત્કાલિક અભ્યાસ કરવા સૂચન કર્યું હતું.

સુરતમાં હીરા ઉદ્યોગ માં મંદી નું ગ્રહણ જોવા મળ્યું હતું.જેમાં અનેક રત્નકલાકારો અટવાઈ ગયા હતા. આર્થિક સંકડામણના કારણે છેલ્લા પાંચ મહિના માં અનેક રત્નકલાકારોએ આપઘાત પણ કરી લીધા હતા..ખાસ દિવાળીના એક મહિના પહેલાથી જ હીરાઉદ્યોગની હાલત કફોડી બની હતી જોકે છેલ્લા થોડા દિવસથી તેમાં – થોડાક અંશે સુધારો જોવા તો મળ્યો છે, પરંતુ રત્નકલાકારોને પૂરતું કામ મળી રહેતું નહીં હોવાના કારણે આર્થિક સંકડામણનો સામનો કરવો પડી રહ્યો છે. તેના નિરાકરણ માટે રાજ્ય સરકાર સમક્ષ સહાયની રજૂઆત કરવામાં આવી. ભૂતકાળમાં સમાન પરિસ્થિતિ ઉદભવતા તંત્ર દ્વારા રત્ન કલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.

હીરા ઉદ્યોગમાં મંદીના પગલે રત્નકલાકારોને મદદ કરવા સંસ્થાઓ આગળ આવી છે. સંસ્થાઓ અને રત્નકલાકારોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી કે ભૂતકાળમાં જે રીતે રાહત પેકેજ આપવામાં આવ્યું હતું તે પ્રકારની મદદ કરવામાં આવે.  સંસ્થાઓ અને રત્નકલાકારોએ રાજ્યના શ્રમ અને મંત્રી બળવંતસિંહ રાજપૂતને ડાયમંડ – વર્કર યુનિયન અને જેજીઈપીસી અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટયૂટને રજૂઆત કરી છે  કે આર્થિક સંકડામણ દૂર કરવા અને રોજગાર મળી રહે માટે તે સંદર્ભની રજૂઆત કરવામાં આવી છે.

હીરાઉદ્યોગમાં ૨૦ લાખથી વધુ રત્નકલાકારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા પર નિર્ભર છે. તેમાં અનેક મુસીબતો આવી જેમ કે કોરોના, રશિયા યૂક્રેન યુદ્ધ,ઇઝરાયેલનું યુદ્ધ આ બધા ના કારણે હીરાઉદ્યોગની હાલતમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. તેમાં પણ દિવાળીથી ત્રણ મહિના સુધી રત્નકલાકારોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. આવા સમયે રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા, રત્નદીપ યોજના, વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે તો રત્નકલાકારોને ઘણો ફાયદો થાય તેમ છે. સાથે સાથે આર્થિક ભીંસને કારણે રત્નકલાકારોમાં આપઘાતના બનાવોમાં પણ વધારો થઇ રહ્યા છે. છેલ્લા 5 મહિના માં 38 જેટલા રત્નકલાકારો એ આપઘાત કરી લીધા હતા. આવા રત્નકલાકારના પરિવારને આર્થિક સહાય આપવા માટે પણ વિચારણા કરવામાં આવવી જોઇએ.

સમગ્ર મામલે મંત્રી દ્વારા પણ તાત્કાલિક રત્નકલાકારોની માંગ પર અભ્યાસ કરવા સૂચન કરાયું છે. સુરત ના રત્નકલાકારો હીરા ને ચમક આપી રહ્યા છે ત્યારે હાલ રત્નકલાકારો મૂંઝવણ માં છે તેવામાં સુરત ની મુખ્ય ત્રણ રત્નકલાકારો માટે ની શાખાઓ દ્વારા પ્રથમ વખત એકઠા થઇ શ્રમ અને રોજગાર મંત્રી ને રજુઆત કરી રત્નકલાકારો ને મદદ કરવા રજુઆત કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :મધ્યપ્રદેશ/મધ્ય્પ્રદેશના હરદા ફેકટરીમાં વિસ્ફોટ કેસમાં મુખ્ય આરોપી રાજેશ અગ્રવાલની ધરપકડ

આ પણ વાંચો : મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન હરક સિંહ રાવતના ઘરે EDના દરોડા

આ પણ વાંચો : Gujarat/રાજ્યમાં અધિકારીઓ બાદ આચર્યોની બદલી, સરકારી ઇજનેરી કોલેજમાં કરાઈ આચાર્યોની બદલી