Not Set/ કલાનગરીનો આ યુવાન બનાવે છે લોકોની જીવનશૈલી મુજબ બાઈક, વાંચો.

વડોદરા, વડોદરા શહેરને કલાનગરીના બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ શહેર અવનવી કળાઓ માટે જાણીતું છે, ત્યારે આ જ પ્રકારે કલાનગરીનો એક યુવાને પણ પોતાના મનપસંદ કામ (હોબી)ને પોતાની કળામાં રૂપાંતરિત કરી છે અને આજે તે લોકોની રહેણીકરણી મુજબ બાઈક બનાવી આપે છે. આ યુવકનું નામ છે મેહુલ પાટિલ. ૨૪ વર્ષીય મેહુલ […]

Gujarat Vadodara Trending
bikes કલાનગરીનો આ યુવાન બનાવે છે લોકોની જીવનશૈલી મુજબ બાઈક, વાંચો.

વડોદરા,

વડોદરા શહેરને કલાનગરીના બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ શહેર અવનવી કળાઓ માટે જાણીતું છે, ત્યારે આ જ પ્રકારે કલાનગરીનો એક યુવાને પણ પોતાના મનપસંદ કામ (હોબી)ને પોતાની કળામાં રૂપાંતરિત કરી છે અને આજે તે લોકોની રહેણીકરણી મુજબ બાઈક બનાવી આપે છે.

આ યુવકનું નામ છે મેહુલ પાટિલ. ૨૪ વર્ષીય મેહુલ પાટિલે મિકેનિકલ એન્જિનિયરિંગમાં પોતાનો અભ્યાસ કર્યો છે.

bike કલાનગરીનો આ યુવાન બનાવે છે લોકોની જીવનશૈલી મુજબ બાઈક, વાંચો.

મેહુલ પાટિલે મંતવ્ય ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,

bikeaff કલાનગરીનો આ યુવાન બનાવે છે લોકોની જીવનશૈલી મુજબ બાઈક, વાંચો.

પોતાની હોબીને જ બનાવ્યો બિઝનેસ

“પોતાના જીવનમાં પહેલેથી કઈક ક્રિએટીવ કરવાની હોબી હતી અને તેઓએ આ જ હોબીને પોતાના બિઝનેશમાં રૂપાંતરિત કરી છે. આજે આ જ પ્રકારે તેઓ લોકોની લાઈફસ્ટાઈલ મુજબ અવનવી બાઈકો બનાવી રહ્યા છે”.

bikess કલાનગરીનો આ યુવાન બનાવે છે લોકોની જીવનશૈલી મુજબ બાઈક, વાંચો.

૨૪ વર્ષીય યુવકે વધુમાં કહ્યું,

“આજના ટેકનોલોજી યુગમાં ગ્રાહકોને પણ બીજા કરતા કઈક અલગ બાઈક પોતાના પાસે હોય એવી ઈચ્છા હોય છે ત્યારે આ જ કોન્સેપ્ટના આધારે તેઓને પણ અમે કઈક યુનિક વસ્તુ આપવાનો ટ્રાય કરતા હોય છે”.

bikedf કલાનગરીનો આ યુવાન બનાવે છે લોકોની જીવનશૈલી મુજબ બાઈક, વાંચો.

જીવનશૈલી મુજબ બાઈક કસ્ટમાઈઝ કરવા માટે આ માપદંડ થાય છે નક્કી

“ગ્રાહકોને તેઓની જીવનશૈલી મુજબ બાઈક જોઈતી હોય તો આ માટે અમારા ડીઝાઈન પાર્ટ માટે, કસ્ટમરની હાઈટ, તેઓના હાથની લંબાઈ, ફૂટ કંટ્રોલ, પગની લંબાઈ, આંખનું લેવલ તેમજ બાઈકનું હેન્ડલ સહિતના માપદંડ નક્કી કરાતા હોય છે. આ ઉપરાંત ગ્રાહકોને બાઈક દરરોજ ચલાવવા, સાપ્તાહિક ચલાવવા અકે માસિક રીતે કોઈક કોઈ વાર ચલાવવા માટે જોઈએ છે”.

bikes 1 કલાનગરીનો આ યુવાન બનાવે છે લોકોની જીવનશૈલી મુજબ બાઈક, વાંચો.

“આ તમામ માપદંડો દ્વારા બાઈકનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ, સિટિંગ પોઝીશન, સસ્પેન્સન સેટિંગ દ્વારા સંપૂર્ણ બાઈકની ડિઝાઈન તૈયાર કરવામાં આવતી હોય છે”.

bikessb કલાનગરીનો આ યુવાન બનાવે છે લોકોની જીવનશૈલી મુજબ બાઈક, વાંચો.

બાઈક બનાવવા માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય ?

ગ્રાહકોની લાઈફસ્ટાઈલ મુજબ બાઈક કસ્ટમાઈઝ કરવા માટે અંદાજે ૧.૬ થી ૧૫ લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે, પરંતુ એ આ ખર્ચ એ કસ્ટમરની પસંદગી ઉપર છે.

fhhh કલાનગરીનો આ યુવાન બનાવે છે લોકોની જીવનશૈલી મુજબ બાઈક, વાંચો.

જેમ કે ગ્રાહકને સિમ્પલ બાઈક કસ્ટમાઈઝ કરવા માટે અંદાજે ૧.૬ થી ૨ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થતો હોય છે, જયારે રોયલ ઇનફિલ્ડ જેવી બાઈક માટે ૯ થી ૧૦ લાખ રૂપિયા અને હાર્લી ડેવિડસન જેવી બાઈક ડીઝાઈન કરવા માટે ૧૫ લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે.

બાઈક કસ્ટમાઈઝ કરવા માટે કેટલો સમય લાગે ?

lksjg કલાનગરીનો આ યુવાન બનાવે છે લોકોની જીવનશૈલી મુજબ બાઈક, વાંચો.

લોકોની લાઈફસ્ટાઈલ મુજબ કોઈ પણ બાઈક તૈયાર કરવા માટે સૌપ્રથમ પાર્ટ ડીઝાઈનનો હોય છે. જેથી ગ્રાહકોની પસંદગી મુજબ, બાઈક ડીઝાઈન કરવા માટે ૪ કે ૫ દિવસનો સમય લાગે છે. જયારે આ બાઈક કસ્ટમાઈઝ કરવા માટે ૪૫ દિવસથી લઇ ૪ મહિનાનો સમય લાગતો હોય છે.

bikes.... કલાનગરીનો આ યુવાન બનાવે છે લોકોની જીવનશૈલી મુજબ બાઈક, વાંચો.

કયા શહેરોમાં છે આ બાઈકનો ક્રેઝ ?

મેહુલ પાટિલે જણાવ્યું હતું કે, “તેઓએ અત્યારસુધીમાં ૪૦ જેટલી બાઈક કસ્ટમાઈઝ કરી છે અને આ બાઈકનો ક્રેઝ વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ ઉપરાંત રાજધાની દિલ્હી થી લઇ મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં પણ છે”.

jgj કલાનગરીનો આ યુવાન બનાવે છે લોકોની જીવનશૈલી મુજબ બાઈક, વાંચો.