અંબાજી/ શક્તિપીઠમાં હાર્ટ એટેકથી માઈ ભક્તનું મોત

અંબાજીમાં માઈભક્તનું મોત મોડાસાથી પદયાત્રા કરી પહોંચ્યા હતા અંબાજી માઈ ભક્તના મોતને લઈને શોકનો માહોલ ગુજરાતમાં એક પછી એક હાર્ટ એટેકના કિસ્સા સામે આવી રહ્યા છે. અમદાવાદ,સુરત,રાજકોટ બાદ હવે અંબાજીમાંથી પણ હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. મોડાસાથી પદયાત્રા કરી અંબાજી પહોંચ્યા હતા દરમિયાન શક્તિપીઠમાં હાર્ટ એટેક આવતા જીવ ગુમાવ્યો છે. આ પહેલા […]

Top Stories Gujarat Others
Mantavyanews 17 4 શક્તિપીઠમાં હાર્ટ એટેકથી માઈ ભક્તનું મોત
  • અંબાજીમાં માઈભક્તનું મોત
  • મોડાસાથી પદયાત્રા કરી પહોંચ્યા હતા અંબાજી
  • માઈ ભક્તના મોતને લઈને શોકનો માહોલ

ગુજરાતમાં એક પછી એક હાર્ટ એટેકના કિસ્સા સામે આવી રહ્યા છે. અમદાવાદ,સુરત,રાજકોટ બાદ હવે અંબાજીમાંથી પણ હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. મોડાસાથી પદયાત્રા કરી અંબાજી પહોંચ્યા હતા દરમિયાન શક્તિપીઠમાં હાર્ટ એટેક આવતા જીવ ગુમાવ્યો છે.

આ પહેલા ત્રીશૂળીયા ઘાટ પાસે રવિન્દ્રસિંહ વાઘેલા નામના વ્યક્તિને લોહીની ઉલટી થયા બાદ અચાનક હાર્ટ અટેક આવ્યો હતો. જયાં સ્થળ પર હાજર જિલ્લા ટ્રાફિકના PI કે પી ગઢવી અને ASI સહિતના લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક CPR આપતા વ્યક્તિ અચાનક ભાનમાં આવ્યો હતો. જે બાદ તેને 108 એમ્બ્યુલન્સમાં બેસાડી અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ભોગ બનનાર વ્યક્તિ સુરેન્દ્રનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યુ છે.

સુરતના ગોડાદરાની ગીતાજંલી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થિની રિદ્ધિ મેવાડા વર્ગખંડમાં એકાએક જ ઢળી પડી હતી.આ આખી ઘટના સ્કૂલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. રિદ્ધિને બચાવવા માટે તરત જ પ્રયાસ શરૂ કરી દેવાયા હતા પરંતુ હોસ્પિટલ પહોંચી શકે એ પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.

અમદાવાદમાં ખાનપુરના 30 વર્ષીય રહેવાસી હર્ષ સંઘવીનું પણ હાર્ટ અટેકથી મોત થયું. બુધવારે હર્ષ બસમાં મુસાફરી કરી રહ્યો હતો એ વખતે તેને અટેક આવ્યો હતો. હર્ષ પોતાના પરિવાર સાથે રાજસ્થાનમાં આવેલા યાત્રાસ્થળ ભાંડવાજી ખાતે ગયો હતો. પત્ની અને બે વર્ષની દીકરી સહિતના પરિવાર સાથે પાછા ફરી રહેલા હર્ષનું રસ્તામાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

આ પણ વાંચો:ધાનેરાના ધરણોધર ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ, છૂટા હાથની મારામારીનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:ઓખા નજીક દરિયામાંથી ઇરાની શખ્સો સાથે શંકાસ્પદ બોટ ઝડપાઇ

આ પણ વાંચો:ભાવનગરની આ હોસ્પિટલમાં મોદી રાત્રે ફાયરિંગ, શારીરિક સંબંધને લઈને ગોળીબાર

આ પણ વાંચો:માતા અને બાળકને મોત આપનાર તબીબો સામે પોલીસની લાલાઆંખ