કડી/ માતા અને બાળકને મોત આપનાર તબીબો સામે પોલીસની લાલાઆંખ

કડીના નાની કડી વિસ્તારમાં રહેતા વિકાસ ગંભીર નો પરિવારની ખુશી એક ડોકટર ના કારણે છીનવાઈ ગઈ.વિકાસ ગંભીરની પત્ની તો બે માસૂમ બાળકોની માતા એક ડોકટરની ભૂલને કારણે મોતને ભેટી

Gujarat Others
Mantavyanews 7 14 માતા અને બાળકને મોત આપનાર તબીબો સામે પોલીસની લાલાઆંખ

Mehsana News: આમ તો ડોકટર કોઈને જીવ બચાવે. પણ કડીમાં એક ડોકટરે એક મહિલા અને એક નવજાતનો જીવ લઈ લીધો.ડોકટરની ભૂલને કારણે એક પતિએ પત્ની તો બે માસૂમ બાળકોએ માતા ગુમાવી.ડોકટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી.કાયદો કાયદાનું કામ કરશે.પણ જે ડોકટર પાસે જિંદગી બચાવવા ગયા એ ડોકટર એ જ મોત આપી દેવાની આ ઘટના તબીબી આલમ માટે પણ ચર્ચા નો વિષય બની ગઈ.

કડીના નાની કડી વિસ્તારમાં રહેતા વિકાસ ગંભીર નો પરિવારની ખુશી એક ડોકટર ના કારણે છીનવાઈ ગઈ.વિકાસ ગંભીરની પત્ની તો બે માસૂમ બાળકોની માતા એક ડોકટરની ભૂલને કારણે મોતને ભેટી.એક વર્ષ સુધી વિકાસ ગંભીર  ન્યય માટે ભટકતા રહ્યા. આખરે સવા વર્ષ પછી પોલીસે આ પરિવાર ની ફરિયાદ લીધી.હવે સવાલ થશે કે એક પરિવાર ની ખુશી ડોકટર એ કેવી રીતે છીનવી લીધી?કારણ કે ડોકટર તો જિંદગી બચાવે..પણ કડી ના ડોકટર હર્ષિલ પટેલ અને આર્યુવેદીક ડોકટર ઇશરતબેન ઇકબાલભાઇ ની ભૂલ ને કારણે એક સગર્ભા મહિલા સાથે એક નવજાત પણ મોતને ભેટયું..આ ઘટના 26 જૂન 2022 ના રોજ ઘટી પણ કમનસીબી કહો કે પછી કાયદાની મર્યાદા કહો.પણ પત્ની અને બાળક ના મોત બાદ એક લાચાર પતિએ ફરિયાદ નોંધાવવા સવા વર્ષ ભટકવુ પડ્યું.

પોલીસ કહ્યું કે જ્યાં સુધી પેનલ ડોકટર નો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ફરિયાદ ન થાય.. પણ પોતાની પત્ની ને કોઈપણ ભોગે ન્યાય અપાવવાની સોગંધ લેનાર પતિ છેક મેડિકલ કાઉન્સિલ સુધી ગયો..મેડિકલ કાઉન્સિલ એ તમામ પુરાવા ચેક કર્યા.અને ગાયનોકલોજીસ્ટ હર્ષિલ પટેલ નું લાઇસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દીધું..તો મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગે ડો.હર્ષિલ પટેલ નું સોનોગ્રાફી રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરી દીધું. મેડિકલ કાઉન્સિલ ના અભિપ્રાય ને પગલે ગત તારીખ 26 જૂન 2022 ના રોજ ઘટેલી ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી

મૂળ યુપીના વિકાસ ગંભીર કડી ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે.વિકાસ ગંભીર  પત્ની લક્ષ્મી અને બે બાળકો સાથે નાની કડી ખાતે વસવાટ કરે છે.વર્ષ 2022 માં વિકાસ ગંભીર ની પત્ની લક્ષ્મી ત્રીજી વખત સગર્ભા થતા તેમણે ગાયનેકોલોજીસ્ટ ડો.હર્ષિલ પટેલ ની સારવાર શરૂ કરાવી હતી.ડો.હર્ષિલ પટેલે લક્ષ્મીબેન ને અગાઉ બે બાળકો સર્જરી થી થયેલ હોવાથી સર્જરી ની સલાહ આપી હતી. અને ડિલિવરી ની 27 જૂન 2022 તારીખ આપી હતી. પરંતુ સગર્ભા લક્ષ્મીબેન ને ગત તારીખ 22 જૂન 2022 ના રોજ પ્રસુતિ ની પીડા ઉપડતા ડો.હર્ષિલ પટેલ ની પારુલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં ડોકટર હર્ષિલ પટેલ હાજર ન હતા.

તે વખતે  હોસ્પિટલમાં આર્યુવેદીક તબીબ ડો.ઇશરત અને નર્સ ખુશી હાજર હતા.વિકાસ ગંભીરે પત્ની ને અગાઉ સર્જરી થયેલ હોવાથી ડોકટર ને તાત્કાલિક બોલાવવા વિનંતી કરી.આમ છતાં ડોકટર ને બોલાવવાને બદલે લક્ષ્મીબેન ને તડપતી હાલતમાં છોડી દીધા હતા.જેમાં નોર્મલ ડિલિવરી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ જતા વિકાસ ગંભીર પાસે લખાણ ઉપર સહી કરાવી લીધી હતી.આ દરમિયાન બાળક નું ગર્ભમાં જ શ્વાસ રૂંધાઇ જવાથી મોત થઈ ગયું.અને ત્યારબાદ આર્યુવૈદિક ડોકટર ઇસરતે મૃત બાળકની નોર્મલ ડિલિવરી કરાવી.

આ કારણે સગર્ભા મહિલા લક્ષ્મીબેનની ગર્ભાશય ની કોથળી ફાટી ગઈ અને તેમની હાલત ગંભીર બનતા અન્ય હોસ્પિટલમાં ખસેડી દિધા.આ બાદ લક્ષ્મીબેન નું મોત નીપજ્યું.આ ઘટના બાદ પતિ ન્યાય મેળવવા દર દર ભટકતો રહ્યો.પણ આ કારણે બે માસૂમ બાળકો નોંધારા બની ગયા.

આ ઘટનામાં ડોકટર ની બેદરકારી ને કારણે મોત થયું હોવાનું હકીકત મેડિકલ કાઉન્સિલ પણ સ્વીકારી ચૂક્યું છે.હવે ડોકટર ને કાયદા પ્રમાણે સજા મળશે..પણ બે માસૂમ બાળકનો શુ વાંક? કે જેમની માતા એક ડોકટર ની ભૂલ ને કારણે છીનવાઈ ગઈ?

આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો

આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી