ગણેશ ફેસ્ટિવલ/ સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

મહાઆરતી ઉતારી શ્રીજીને આ મંદિ માંથી લોકો જલ્દીથી બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી જોકે મહા આરતીમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો સહિત પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat Surat
Untitled 37 6 સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

Surat News:હીરા ઉદ્યોગમાં હાલ મંદીનું વાતાવરણ ચાલી રહ્યું છે ત્યારે આ મંદીમાંથી લોકો બહાર આવે તે હેતુથી રત્નકલાકારો શ્રીજીના ચરણે પોહચ્યા હતા અને મહાઆરતી  ઉતારી શ્રીજીને આ મંદિ માંથી લોકો જલ્દીથી બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી જોકે મહા આરતીમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો સહિત પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Untitled 37 7 સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

સુરત શહેરમાં આમ તો ડાયમંડ નગરી તરીકે ઓળખાય છે જોકે હાલ હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ ચાલી રહ્યું છે જેના કારણે ડાયમંડ નગરી પર મંદીના વાદળો છવાઈ ગયા છે અને રત્નકલાકારો પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આવી પરિસ્થિતિમાં રત્નકલાકારો મંદી માંથી બહાર આવે તે હેતુથી શ્રીજીના ચરણે માથું ટેકાવ્યું હતું અને પાર્થના કરી હતી સુરતના એકે રોડ સ્થિત ધરતી ડાયમંડ ખાતે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે જ્યાં રોજિંદા રત્નકલાકારો પ્રાર્થના કરે છે ત્યારે એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Untitled 37 8 સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

મોટી સંખ્યામાં રત્ન કલાકારો સહિત મેનેજર, માલિકો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મહા આરતી કરીને શ્રીજીને પ્રાર્થના કરવામાં આવી હતી કે જલ્દી થી જલ્દી મંદીનું વાતાવરણ દૂર થાય અને લોકો ફરી એકવાર યોગ્ય રીતે રોજીરોટી કમાઈ પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી શકે ભગવાન ગણેશજી ની સ્થાપના આમ તો દરેક જગ્યા પર કરવામાં આવી છે અને શ્રીજી વિઘ્નહર્તા છે જે સૌ કોઈ લોકોના વિઘ્ન હરિ લે છે ત્યારે રત્ન કલાકારોએ પ્રાર્થના કરી ને આવેલ વિઘ્ન દૂર થાય તેવા આશીર્વાદ માંગ્યા હતા.

આ પણ વાંચો:ઇસનપુરમાં જૂની અદાવતમાં કોન્ટ્રાક્ટર હરીશ પ્રજાપતિ કરાયો હુમલો જુઓ CCTV

આ પણ વાંચો:ગણેશ વિસર્જન દરમિયાન મામા-ભાણેજનું મોત, મૃત્યુ પહેલાનો અંતિમ વીડિયો

આ પણ વાંચો:અંબાજીમાં પૂનમનાં મેળાનાં માહોલ વચ્ચે છવાયો વરસાદી માહોલ, યાત્રાળુઓને હાલાકી

આ પણ વાંચો:નર્મદા કેનાલમાં પતિ પત્નીએ લગાવી મોતની છલાંગ