Not Set/ અમદાવાદની આ બે કંપની ઉઠમણું કરતા 2 હજાર કરોડનાં કૌભાંડનો રોકાણકારોનો આક્ષેપ

કૌભાંડો અને કરોડોમાં ઉઠમણાનો ટ્રેન્ડ દેશમાં ઉભા રહેવાનું જાણે નામ ન લેવા માગતો હોય, તેમ છાસવારે કોઇ ને કોઇ કંપનીનાં ઉઠમણાનાં સમાચારો સાંપડે છે અને ઉઠમણાની તમામ હકીકતો વચ્ચે સૌથી વધુ નુકસાન તેના રોકાણકારોને સહેવાનો વારો આવે છે. પોતાના પરસેવાની અને મહેનતની કમાણી આવી કંપનીમાં રોકાણ કરનારા નાના રોકાણકારોને ફરી રાતા પણીએ રોવાનો વારો આવ્યો […]

Top Stories Ahmedabad Gujarat
abad અમદાવાદની આ બે કંપની ઉઠમણું કરતા 2 હજાર કરોડનાં કૌભાંડનો રોકાણકારોનો આક્ષેપ

કૌભાંડો અને કરોડોમાં ઉઠમણાનો ટ્રેન્ડ દેશમાં ઉભા રહેવાનું જાણે નામ ન લેવા માગતો હોય, તેમ છાસવારે કોઇ ને કોઇ કંપનીનાં ઉઠમણાનાં સમાચારો સાંપડે છે અને ઉઠમણાની તમામ હકીકતો વચ્ચે સૌથી વધુ નુકસાન તેના રોકાણકારોને સહેવાનો વારો આવે છે. પોતાના પરસેવાની અને મહેનતની કમાણી આવી કંપનીમાં રોકાણ કરનારા નાના રોકાણકારોને ફરી રાતા પણીએ રોવાનો વારો આવ્યો છે.

જી હા અમદાવાદમાંથી SEBI, NSE અને BSEમાં રજિસ્ટર્ડ બબ્બે કંપનીઓ ઉઠી ગઇ હોવાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. અને આ કંપનીએ ઉઠમણા પટે જે રકમનું કૌભાંડ આચર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, તે સાંભળીને તો ભલભલાને ચક્કર જ આવી જાય તેવો છે.

અમદાવાદ સ્થિતિ BMA વેલ્થ ક્રિએટર્સ અને ફેર વેલ્થ સિક્યોરિટીસ પ્રાઈવેટ લિમિટેડ નામની બે કંપનીઓ ઉઠી જતાં હજારો શેર હોલ્ડરોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આ બનેં કંપનીઓએ અંદાજે 2 હજાર કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનાં દાવા કરવામાં આવી રહ્યા છે અને આ બનેં કંપની માં જે લોકો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું તે લોકો આ પ્રકારનાં ગંભીર આક્ષેપો સાથે અમદાવાદ ખાતે આવેલી સેબીની ઓફિસ પહોંચ્યા હતા.

pjimage 27 અમદાવાદની આ બે કંપની ઉઠમણું કરતા 2 હજાર કરોડનાં કૌભાંડનો રોકાણકારોનો આક્ષેપ

સેબીની ઓફિસ પર પહોંચેલા અને 2000 કરોડનાં કૌભાંડના શિકાર બનેલા આ રોકાણકારો દ્વારા સેબીની ઓફિસ પર જઈ હોબાળો મચાવવામાં આવ્યો હતો. છેલ્લા ચાર દિવસથી આ બનેં કંપનીના ડાયરેક્ટર સહિતના સંચાલકો ફરાર થયાની ફરિયાદ રોકાણકારોએ કરી હતી. ખાસ વાત તો એ છે કે બને કંપનીઓ જ્યારે SEBI અંતર્ગત NSE અને BSEમાં રજિસ્ટર્ડ હોય. ત્યારે આ રીતે શેરની ઉથલ પાથલ કરવામાં કેવી રીતે સફળ થાય અને આવી માન્યામાં ન આવે તેવા ટ્રાન્ઝેક્શન દ્વારા 2000 કરોડ જેવી માતબર રકમનું શેર ટ્રાન્ફર કૌભાંડ આચરવામાં સફળ જ કોવી રીતે થઇ શકે.

બસ આ મામલાને લઇને અને આવી તાર્કીક દલીલ સાથે બનેં કંપઓ દ્વારા કરોડોની ઉચાપત કઈ રીતે થઈ તેને લઈ શેર હોલ્ડરોમાં નારાજગી પ્રવર્તી રહી છે. રોકાણકારો દ્વારા આ મમલે સધન અને ઉંડાણ પૂર્વકની તપાસ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે, ત્યારે આ મામલે શું થશે તે આવનારો સમય જ કહેશે પરંતુ રોકાણકારોને ફરી રાતા પણીએ રોવાનો વારો આવ્યો છે તે હકીકત છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.