અકસ્માત/ ઉત્તરાખંડના સ્વાસ્થ્ય મંત્રી ધન સિંહ રાવતની કાર પલટી,દહેરાદૂનથી પરત ફરતા થયો અકસ્માત..

સ્વાસ્થ્ય મંત્રી ડૉ ધન સિંહ રાવત, તેમના પીઆરઓ, એક વ્યક્તિ મતવર સિંહ, જિલ્લા સહકારી બેંક પૌડીના પ્રમુખ નરેન્દ્ર રાવત કારમાં હતા

Top Stories India
ACCIDENT 2 ઉત્તરાખંડના સ્વાસ્થ્ય મંત્રી ધન સિંહ રાવતની કાર પલટી,દહેરાદૂનથી પરત ફરતા થયો અકસ્માત..

ઉત્તરાખંડના સ્વાસ્થ્ય મંત્રી ડૉ ધન સિંહ રાવત સાથે એક મોટો રોડ અકસ્માત થયો છે,પ્રાપ્ત માહિતી અનુસાર  થલિસૈનથી દેહરાદૂન જતા રસ્તામાં તેમની કાર પલટી ગઈ હતી. કહેવાય છે કે અકસ્માત સમયે સ્વાસ્થ્ય મંત્રી ડૉ ધન સિંહ રાવત, તેમના પીઆરઓ, એક વ્યક્તિ મતવર સિંહ, જિલ્લા સહકારી બેંક પૌડીના પ્રમુખ નરેન્દ્ર રાવત કારમાં હતા.

સ્વાસ્થ્ય મંત્રીને સામાન્ય ઈજાઓ થઈ છે અને તમામ સુરક્ષિત હોવાનું કહેવાય છે, ઘટનાની માહિતી મળતાં જ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની તબીબી સારવાર શરૂ કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રી ડૉ.ધન સિંહ રાવતે સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર થેલીસૈનમાં અલ્ટ્રાસાઉન્ડ મશીનનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમણે કોલેજના વિજ્ઞાન ભવનનો શિલાન્યાસ પણ કર્યો હતો, આ કાર્યક્રમ બાદ તેઓ દેહરાદૂન પરત ફરી રહ્યા હતા,ત્યારે આ અકસ્માત થયો.