રજીસ્ટ્રેશન/ કેન્દ્રિય આરોગ્ય મંત્રીએ 15 થી 18 વર્ષની ઉંમરનાં બાળકો માટે રજીસ્ટ્રેશન કરાવવા લોકોને કર્યો આગ્રહ

કોરોનાનાં વધતા જતા કેસ વચ્ચે ભારતમાં રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમ્યાન હવે 15 વર્ષથી 18 વર્ષનાં બાળકોને કોરોનાની રસી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Top Stories India
મનસુખ માંડવિયા

કોરોનાનાં વધતા જતા કેસ વચ્ચે ભારતમાં રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમ્યાન હવે 15 વર્ષથી 18 વર્ષનાં બાળકોને કોરોનાની રસી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે, આજથી રસીકરણ માટે કોવિન પોર્ટલ પર નોંધણી શરૂ થઈ રહી છે.

આ પણ વાંચો – Covid-19 / દેશમાં શનિવારે કોવિડ-19 નાં કેસમાં જોરદાર ઉછાળો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 22 હજારથી વધુ કેસ

જણાવી દઈએ કે, 25 ડિસેમ્બર, 2021નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15-18 વર્ષની વય જૂથ માટે રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 3 જાન્યુઆરીએ સોમવારથી તેની શરૂઆત કરવામાં આવશે. વળી, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી હતી. PM મોદીએ કહ્યું હતું કે, સરકારે નિર્ણય લીધો છે કે આરોગ્ય સંભાળ અને ફ્રન્ટલાઈન કાર્યકરોને વેક્સિનની ત્રીજી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. તે સોમવાર, 10 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. 15-18 વર્ષની વય જૂથ માટે રસીકરણનાં સંદર્ભમાં, કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જાણ કરી છે કે આ સીરીઝમાં ફક્ત ‘કોવેક્સિન’ જ આપવાની છે. જણાવી દઇએ કે, બાળકોને કોરોનાની રસી આપવા અંગે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરતા લખ્યુ કે, બાળકો સુરક્ષિત, તો દેશનું ભવિષ્ય સુરક્ષિત! નવ વર્ષનાં અવસર પર આજથી 15 થી 18 વર્ષની ઉંમરનાં બાળકોને #Covid19 રસીકરણ હેતુ Cowin પોર્ટલ પર રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવી રહ્યુ છે. મારુ પરિવારજનોને આગ્રહ છે કે પાત્ર બાળકોનાં રસીકરણ હેતુ તેમનુ રજીસ્ટ્રેશન કરાવો.

આ પણ વાંચો – વડોદરા પ્રાદેશિક કમિશનર સમક્ષ /  વિપક્ષી નેતા સલીમ પાનવાલાની લઘુમતી વિસ્તારોની વિકાસની ઉપેક્ષાઓ સામે ગંભીર રજુઆત કરી..!!

કોવેક્સિનનાં વધારાનાં ડોઝ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવશે. રસી લેતી વખતે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું ફરજિયાત છે. રસીકરણ પછી, તમારે અડધા કલાક માટે કેન્દ્રમાં રહેવું પડશે. આ દરમ્યાન તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે. બાળકોને રસીનો બીજો ડોઝ પ્રથમ રસીનાં 28 દિવસ પછી જ મળશે. લોકો તેમના મોબાઈલ અથવા લેપટોપ પર કોવિન પોર્ટલ દ્વારા રસીનો પ્રથમ ડોઝ બુક કરી શકશે. આ માટે, તમે તમારા મોબાઇલ નંબર સાથે એકાઉન્ટ બનાવીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.