Political/ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં ઝોન અને જ્ઞાતિનું જોવા મળશે સંતુલન

ગુજરાતમાં આગામી વર્ષે (2022) યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાની સમગ્ર સરકારમાં ફેરફાર કરી દીધો છે.

Top Stories Gujarat Others
11 77 ભૂપેન્દ્ર પટેલની ટીમમાં ઝોન અને જ્ઞાતિનું જોવા મળશે સંતુલન

ગુજરાતમાં આગામી વર્ષે (2022) યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાની સમગ્ર સરકારમાં ફેરફાર કરી દીધો છે. પહેલા વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને હવે સમગ્ર કેબિનેટને બદલવા તૈયારી થઈ રહી છે. હાલમાં 80 ટકા મંત્રીઓનાં નામ સામે આવી ગયા છે. નવી કેબિનેટનાં જે નામ સામે આવ્યા છે, તેના પરથી કહી શકાય કે, ઝોન અને જ્ઞાતિ પરિબળનું સંતુલન રાખતું નવોદિત મંત્રીમંડળ છે. નવા મંત્રી મંડળમાં ગુજરાતનાં લગભગ દરેક ઝોનને આવરી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો – ગાંધીનગર / આ નેતાઓને મંત્રી બનાવવા માટે આવવા લાગ્યા ફોન

રાજ્ય સરકારનાં નવા મંત્રીમંડળમાં તમામ જ્ઞાતિ અને ઝોનને ધ્યાનમાં રાખવામાં આવી છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, પટેલ સમાજમાંથી 8, ક્ષત્રિય સમાજમાંથી 2, ઓબીસી સમાજમાંથી 6, એસસી સમાજમાંથી 2, એસટી સમાજમાંથી 3 અને જૈન સમાજમાંથી 1 ને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. વળી જો ઝોન મુજબ વિશ્વેષણ કરીએ તો ઉત્તર ગુજરાતનાં 3, દક્ષિણ ગુજરાતનાં 7, સૌરાષ્ટ્રનાં 8, મધ્ય ગુજરાતનાં 6 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભુપેન્દ્ર પટેલની ટીમનાં મંત્રીની નામાવલી.. કુલ 25 મંત્રી

પટેલ – 8
ક્ષત્રિય -2
ઓબીસી -6
SC 2
ST -3
જૈન -1
બ્રાહ્મણ -2

ઉત્તર
(1) ઋષીકેશ પટેલ ( વિસનગર ) પટેલ )
(2) ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ ) ઓબીસી )
(3) કિરિટસિંહ વાઘેલા ( કાંકરેજ ) ક્ષત્રિય

દક્ષિણ
(1) નરેશ પટેલ, ગણદેવી (st )
(2) કનુ દેસાઈ, પારડી ( બ્રહ્મણ )
(3) જીતુ ચૌધરી ( કપરાડા ) ST
(4) હર્ષ સંઘવી ( મજુરા ) જૈન
(5) મુકેશ પટેલ ( ઓલપાડ ) કોળી પટેલ
(6) દુષ્યંત પટેલ ( પટેલ ) ભરૂચ
(7) વીનુ મોરડીયા ( કતારગામ ) પટેલ

સૌરાષ્ટ્ર
(1) જે.વી.કાકડીયા ( ધારી, પટેલ )
(2) અરવિંદ રૈયાણી ( રાજકોટ) પટેલ
(3) રાઘવજી પટેલ ( પટેલ )જામનગર
(4) બ્રિજેર મેરજા ( પટેલ )મોરબી
(5) દેવા માલમ ( કેશોદ) કોળી
(6) કિરીટસિંહ રાણા ( લિંબડી ) ક્ષત્રિય
(7) આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર ( કોળી )
(8) જીતુ વાઘાણી : ભાવનગર વેસ્ટ ( પટેલ )

મધ્ય
(1) જગદીશ પંચાલ ( નિકોલ ) ઓબીસી
(2) નિમિષા સુથાર ( મોરવા હડફ ) ST
(3) પ્રદિપ પરમાર ( અસારવા ) એસ.સી
(4) અર્જુનસિંહ ચૌહાણ ( મહેમદાવાદ ) ઓબીસી )
(5) કુબેર ડિંડોર ( સંતરામપુર )st
(6) રાજેન્દ્ર ત્રિવેદી ( બરોડા )

(7) મનીષા વકીલ : SC(બરોડા)

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…