Not Set/ NASA એ ચંદ્રયાન-2 ની યાત્રાને પ્રેરણારૂપ ગણાવી, ISRO સાથે ભવિષ્યમાં કામ કરવાની ઈચ્છા કરી વ્યક્ત

ભારતનાં ચંદ્રયાન-2 ભલે ચંદ્ર પર ઉતરી શક્યુ નહીં, પરંતુ વિશ્વભરમાં તેની ચર્ચાની સાથે વખાણ પણ થઈ રહ્યા છે. અમેરિકા હોય કે પાડોશી દેશો, દરેકે ઇસરોનાં આ અભિયાનની પ્રશંસા કરી છે. અમેરિકાની પ્રખ્યાત અંતરિક્ષ એજન્સી નાસાએ ટ્વીટ કરીને ઇસરોની પ્રશંસા કરી અને ભવિષ્યમાં સૌરમંડળનાં ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે, તેમણે આ […]

Top Stories World
866113 nasa isro NASA એ ચંદ્રયાન-2 ની યાત્રાને પ્રેરણારૂપ ગણાવી, ISRO સાથે ભવિષ્યમાં કામ કરવાની ઈચ્છા કરી વ્યક્ત

ભારતનાં ચંદ્રયાન-2 ભલે ચંદ્ર પર ઉતરી શક્યુ નહીં, પરંતુ વિશ્વભરમાં તેની ચર્ચાની સાથે વખાણ પણ થઈ રહ્યા છે. અમેરિકા હોય કે પાડોશી દેશો, દરેકે ઇસરોનાં આ અભિયાનની પ્રશંસા કરી છે. અમેરિકાની પ્રખ્યાત અંતરિક્ષ એજન્સી નાસાએ ટ્વીટ કરીને ઇસરોની પ્રશંસા કરી અને ભવિષ્યમાં સૌરમંડળનાં ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે, તેમણે આ યાત્રાને પોતાના માટે પ્રેરણારૂપ ગણાવી છે.

ISRO દ્વારા એક ટ્વીટ પર રિટ્વીટ કરતા નાસાએ લખ્યું કે, ‘અવકાશ પર સંશોધન એક મુશ્કેલ ક્ષેત્ર છે. અમે તેમના (ઇસરો) ચંદ્રયાન 2 મિશનને ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર ઉતારવાના તેમના પ્રયત્નોને બિરદાવીએ છીએ. તમે અમને તમારી આ યાત્રાથી પ્રેરણા આપી છે અને અમને આશા છે કે ભવિષ્યમાં આપણે સૌરમંડળ પર સાથે મળીને કામ કરીશું.

ભારતને વિશ્વભરમાંથી અભિનંદન સંદેશાઓ મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીએ ઈસરોની પ્રશંસા કરતા કહ્યું કે, ‘વિક્રમ લેન્ડર ચંદ્ર તરફનાં તેમના મિશનથી થોડાક કિલોમીટર દૂર હતુ. અમે ઈસરોની ટીમનાં પ્રયત્નો અને અંતરિક્ષમાં તેમની યાત્રા ચાલુ રાખવાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, ભારતીય સ્પેસ એજન્સી ઇશરો ભલે પોતાના મિશનથી ચુકી ગયુ હોય પરંતુ તેના અંતરિક્ષ પર જવાના પ્રયત્નને દુનિયાભરમાં બિરદાવવામાં આવી રહી છે. જે ઇશરો માટે આવતા સમય માટે એક સકારાત્મક ઉર્જાનું કામ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.